MORBI:મોરબી દુષ્કર્મ કરનારને ઠપકો આપવા જતા માતા અને પુત્રી ઓને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી:દુષ્કર્મ કરનારને ઠપકો આપવા જતા માતા અને પુત્રી ઓને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબીના વાવડી રોડ ઉપર આવે પાનની દુકાને વિમલ પાન-મસાલા લેવા ગયેલ યુવતીને વિમલ આપવાના બહાને યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનારને ભોગ બનનાર યુવતીના માતા તથા ત્રણ બહેનો દ્વારા ઠપકો આપવા જતા નરાધમ આરોપી અને તેની સાથેના અન્ય બે અજાણ્યા આરોપીઓ દ્વારા ‘ થાય તે કરી લેજો’ તેવું કહી ભોગ બનનાર યુવતીના માતા અને બહેનોને લાકડાના ધોકા વડે માર મારી ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી હતી. સમગ્ર બનાવ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૦૧ જાન્યુ.ના રોજ રાત્રે નવેક વાગ્યે ફરિયાદીના બહેન વાવડી રોડ ઉપર આવેલ આરોપી ગોપાલભાઈ ભોજાભાઈ મકવાણાની પાનની દુકાને વીમલ લેવા ગયેલ હોય જ્યાં લાંબો સમય થવા છતા તે પરત નહિ આવતા ફરિયાદીની માતા તથા બહેનો તથા ભાઇ ભોગ બનનાર યુવતીને શોધવા જતા ભોગ બનનાર યુવતી પાનની દુકાનની બાજુમાં શેરીમાં આવેલ અવવારૂ ઓરડી તરફથી આવતા હોય તે બાબતે ફરિયાદીના ભાઇએ ભોગ બનનાર યુવતીને પુછતા યુવતીએ સમગ્ર બનાવ અંગે રડતા રડતા વાત કરેલ કે ગોપાલ ભરવાડે તેની સાથે ખરાબ કામ કર્યાનું જણાવ્યું હતું.યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે થયેલ દુષ્કર્મનું જણાવતા ભોગ બનનાર યુવતીની બહેન કે જે ફરિયાદી તથા તેની માતા અને અન્ય બે બહેનો ખરેખર શુ બનાવ બનેલ છે તે જાણવા અને આરોપીને ઠપકો આપવા તેની પાનની દુકાને જતા આરોપી ગોપાલ ભરવાડે ‘થાય તે કરી લેજો’ એવુ કહી ફરિયાદી તથા તેની માતા અને બહેનોને ગાળો આપતા, ગાળો નહિ આપવા કહેતા આરોપી ગોપાલ ભરવાડ તથા તેની સાથેના બે અજાણ્યા માણસો પોતાના હાથમા લાકડાના ધોકા લઇ આવી ભોગ બનનાર યુવતીની માતા તથા ત્રણ બહેનોને માર મારી શરીરે મુંઢ ઈજાઓ અને ફ્રેકચર જેવી ઈજાઓ કરી ગુન્હામા એકબીજાને મદદગારી કરી હતી. સમગ્ર બનાવ અંગે આરોપી ગોપાલ ભોજાભાઈ મકવાણા રહે.વાવડી રોડ ભગવતીપરા મોરબી તથા તેની સાથેના અન્ય બે માણસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.








