ટંકારા લગધીરગઢ પ્રા. શાળામાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે હેલ્ધી સ્પર્ધા યોજાયેલ.

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા તાલુકાની શ્રી લખધીરગઢ પ્રાથમિક શાળામાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે હેલ્ધી સ્પર્ધા યોજાયેલ. આજે “હુંઆજે આપણે જાણીએ છીએ કે બાળકોને ગળપણ ભાવતું નથી. મીઠાઈનું નામ પડે ત્યાં મોઢું મચકોડે છે. આજની પેઢી ફાસ્ટફૂડના રવાડે ચડી, આરોગ્ય જોખમાય તેવાં બજારુ પેકિંગ ખાય છે.
ત્યારે આવી હેલ્ધી સ્પર્ધા યોજી, બાળકો સાચા ખોરાક તરફ પાછા વળે એ માટેના શુભ આશય સાથે ટંકારા તાલુકાની શ્રી લખધીરગઢ પ્રાથમિક શાળામાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે આજે “હું કેટલું ખાઈ શકું?” અંતર્ગત ધોરણ ૧/૨ ના બાળકો માટે સૌથી પહેલાં એક અડદિયો કોણ પૂરો કરે? સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું.
જેમાં ધોરણ એક બે ના તમામ બાળકોએ ભાગ લીધેલ હતો. આવા નવતર પ્રયોગ સાથે યોજાયેલ સ્પર્ધા બાળકો માટે તો કુતુહલ પ્રેરક હતી જ સાથે સાથે ‘નવસર્જન ગ્રુપ’ની બહેનો પણ ઉત્સુક હતી કે આવડો મોટો અડદિયો બાળક કેવી રીતે ખાઈ શકશે?
પણ આપણે જાણીએ જ છીએ કે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે અને આ સ્પર્ધા માટે છે એવું કહેવામાં આવે ત્યારે તેમનો ઉત્સાહ વધી જાય. બરાબર આ સ્પર્ધામાં આવું જ થયું બાળકોને ત્રણ મિનિટનો સમય આપવામાં આવેલ. આ ત્રણ મિનિટના સમયગાળામાં પાંચ બાળકો સૌથી પહેલાં અડદિયો પૂરો કરી સફળ થયાં. તેમને ક્રમશઃ એક બે ત્રણ ચાર અને પાંચ નંબર આપવામાં આવેલ.
તમામ વિજેતા બાળકોને આજના યુવા દિન નિમિત્તે સ્વામી વિવેકાનંદની બુક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં તેમજ આપણો ખોરાક કેવો હોવો જોઈએ? આપણા શરીર માટે શું જરૂરી છે? ફાસ્ટ ફૂડ આપણને કેટલું નુકસાન કરે છે? બજારુ પેકિંગ ખાવા જોઈએ કે ન જોઈએ, તેની સુંદર સમજણ શાળાના શિક્ષિકા બેન જીવતીબેન દ્વારા આપવામાં આવી. સ્પર્ધાના આયોજનના નવસર્જન ગ્રુપની બહેનો અને આંગણવાડીના બહેન મહેશ્વરી બેનનો પણ સહકાર મળ્યો તેમજ નામ ના આપવાની શરતે દાતા તરફથી આર્થિક સહયોગ પણ મળ