
મોરબીમાં સંત શિરોમણી બજરંગદાસ બાપાની પુણ્યતિથી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ
શ્રી રામાનંદીય સાધુ બજરંગદાસ બાપા ગ્રુપ મોરબી દ્વારા સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની ૪૬ મી પુણ્યતિથી નિમિતે આજે ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી
મોરબીના રામાનંદી સાધુ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રા સામાકાંઠે નટરાજ ફાટક પાસે બજરંગદાસ બાપાની મઢુલી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી જે મયુર પુલ, પરા બજાર, નહેરુ ગેઇટ વિસ્તારમાં ફરીને શનાળા રોડ પર, ઉમિયા સર્કલ થઈને સપ્તેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી અને સાંજે રામાનંદી જ્ઞાતિના બંધુઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું
[wptube id="1252022"]