MORBIMORBI CITY / TALUKO

બાગાયત ખાતાની યોજનાઓ અંગે માર્ગદર્શન માટે ખેડૂત તાલીમ/શિબિરનું આયોજન કરાયું

ગત શુક્રવારે બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લાના ૨ તાલુકા દીઠ બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ટંકારા તાલુકાના હળબટીયાળી ગામે અને વાંકાનેર તાલુકામાં વાંકાનેર ખાતે ખેતીવાડી ખાતાના અધિકારીશ્રીઓ, આત્માના કર્મચારીઓ દ્વારા વિવિધ બાગાયત લક્ષી યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી.

ઉપરાંત બાગાયત ખાતાની નવી યોજનાઓ સહિતની માહિતી જેવી કે, મિશન મધમાખી, કોમ્પ્રી હેનસિવ હોર્ટી કલ્ચર ડેવલપમેન્ટ યોજના તેમજ કમલમ ફળના નવા વાવેતર માટે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ કઇ રીતે લઈ શકે તે વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમામાં ખેડૂતો એ ઉત્સાહથી ભાગ લીધો હતો તેવું મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button