MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારામાં વ્યાજખોરો બેફામ: આધેડની જમીન હડપ કરવા કાગળોમાં સહી કરાવી લીધી…!!

ટંકારામાં વ્યાજખોરોએ રસ્તા વચ્ચે આધેડને આંતરી ‘તને પતાવી દઇશ’ કહી જમીન હડપ કરવા કાગળમાં સહી કરાવી લીધી હોવાની ઘટના સામે આવી છે.આ મામલે આધેડે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

 

ટંકારાના ઉમિયાનગર ગામે રહેતા કાન્તીલાલ દેવશીભાઇ તાલપરાએ ટંકારા પોલીસમાં આરોપી મહેશ બોરીચા અને વિરમ નાગદાનભાઇ સોઢીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યુ હતું કે, આરોપીઓએ નાણા ધિરધાર લાયસન્સ વગર કાન્તીલાલને રૂપીયા ૭,૩૦,૦૦૦/- નાણા વ્યાજે આપ્યા હતા અને તેમની પાસેથી ઉમીયાનગર સર્વેનંબર -૨૪૭ વાળી સાડા આઠ વિઘા જમીનના કાગળો કરાવી લીધા હતા. એટલું જ નહિ કાન્તીલાલ પાસેથી મહિને પાંચ ટકા લેખે રૂપિય ૪,૫૦,૦૦૦/- વ્યાજના મેળવ્યા હતા. કાન્તીલાલની છેલ્લા આઠ માસથી આર્થીક પરિસ્થીતી નબળી હોવાના કારણે વ્યાજ નહિ આપી શકતા આરોપીઑએ કાન્તીલાલની જમીન પોતાના નામે કરી લેવા રેવન્યુ શાખામાં અરજી કરી હતી અને કાન્તીલાલએ નોટીશમાં સહિ નહિ કરતા આરોપીએ કાન્તીલાલ તથા સાહેદ રજનીકભાઇને ટંકારામાં રસ્તા વચ્ચે રોકી રૂપીયા ૧૨ લાખ વ્યાજ અને મુદલ રકમ આજે જ આપવાની અથવા નોટીશમાં સહિ કરી આપવા જમીન પોતાના નામે કરી આપ નહિતર તને પતાવી દઇશ તેવી મોત નિપજાવવાની ધમકી આપી હતી અને બળજબરીથી કાન્તીલાલની જમીન હડપ કરી જવા નોટીશમાં સહિ કરવા બળજબરી કરી પઠાણી ઉઘરાણી કરી હતી. જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

[wptube id="1252022"]
Back to top button