મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા અંતાક્ષરી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા અંતાક્ષરી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું
મોરબી:પરશુરામ ધામ ખાતે યોજાયેલ અંતાક્ષરી હરીફાઈમાં દરેક ટુકડી વચ્ચે ગીતોની રેલમછેલ થઈ હતી.જ્યાં મહિલાઓ માટે આયોજિત આ અંતાક્ષરી સ્પર્ધામાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ નીલાબેન પંડિત, મંત્રી શીતલબેન દવે, પ્રોજેક્ટ મંત્રી ચેતનાબેન જોશી, જિલ્લા પ્રમુખ કિરણબેન ઠાકર, સહિતના તમામ બહેનોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ તકે માજી પ્રમુખ ગીતાબેન, મીનાબેન, નિમિષાબેન અને અરુણાબેન સહિતના મહિલાઓએ અંતાક્ષરી હરીફાઈમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સાથે જ પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા અને તેઓની ટીમનો પણ સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત હીનાબેન, ભાવનાબેન, પારુલબેન, નિશાબેન, પ્રવિણાબેન, જયશ્રીબેન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિશ્રમ કરવામાં આવ્યો હતો. અંતાક્ષરીના જજ અને ભાગ લેનાર તમામ બહેનોનો સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિજેતાઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા