
વિજાપુર ના ગઢડા ગામે ખેતરમાં વાડ કરતા જવા આવવા રસ્તાને લઈને ઝગડો ત્રણ સામે ફરીયાદ નોંધાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગઢડા ગામે વડીલોપાર્જીત ખેતરની જમીન મિલકત માં પડેલા ભાગલા બાદ ભાગે આવેલ જમીન વાળા ખેતરમાં ઘાસચારો ના વાવેતર ને લઈને કાંટાનીવાડ કરતા કાકાને આવી ભત્રીજાએ કેમ અહીં વાડ કરો છો અમારે અહીંથી જવાનો રસ્તો ક્યાં છે તેમ કહી માથાકૂટ કરીને ધોકાઓ વડે મારમારતા ઇજાઓ પોહચાડી ગડદાપાટુ કરતાં કાકાએ ભાઈના દીકરા સહીત ત્રણ સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગેની પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ તાલુકાના ગઢડા ગામે રહેતા દલપત સિંહ ઝાલા અને તેમના ભાઇઓ વચ્ચે ખેતર જમીન ના ભાગલા પડતા ભાગમાં આવેલ જમીન વાળા ખેતરમાં ઘાસચારો નો વાવેતર કરવા માટે ખેતરની આસપાસ કાંટાની વાડ કરી રહયા હતા તેવા સમયે તેમના ભાઈનો દીકરો ચેતનસિંહ ઝાલા આવીને કેમ વાડ કરો અમારો જવાનો રસ્તો કયો તેમ કહી માથાકૂટ કરી ઝગડો કરતા તેની સાથે આવેલા કનક સિંહ ઝાલા તેમજ જયનીલ સિંહ ઝાલા સહિત ત્રણે જણા ભેગા મળીને ધોકા ઓ વડે માર મારતા શરીરના ભાગે ઇજા ઓ કરતા બુમાબુમ કરતા આસપાસ થી લોકો આવી જતા ઇજા ગ્રસ્ત દલપત સિંહ ઝાલાને સ્થાનીક રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ દલપત સિંહ ઝાલાએ પોલીસ મથકે ચેતનસિંહ ઝાલા તેમજ કનકસિંહ ઝાલા તેમજ જયનીલ સિંહ ઝાલા સહીત ત્રણ સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે