
વિજાપુર આશ એજ્યુકેશન સંચાલીત શાળાઓ ના વિધાર્થીઓ એ ચાઇનીઝ દોરી બહિષ્કાર કરતા શપથ લીધા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટીબી વિસ્તારમાં આવેલ આશ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત કે પી પટેલ સેકન્ડરી અને એસ યુ પટેલ ઉ મા શાળા ના વિદ્યાર્થીઓએ આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણ પર્વ માં પતંગ દોરી માં ચાઇનીઝ દોરી તેમજ તુકકલો નો ઉપયોગ નહી કરવા અંગે શાળામાં ભણતા બાળકો એ શપથ લીધા હતા અને તેમના પારિવારિક સભ્યોને ઉત્તરાયણ પૂર્વે અને ઉત્તરાયણ પ્રસંગે ચાઇનીઝ દોરી કે તુકકલો ખરીદવા કે વાપરવા નહીં દેવા માટે આચાર્ય કંદર્પ ભાઈ પટેલ દ્વારા શપથ લેવડાવવામા આવ્યા હતા. સાથે સાથે પતંગ ચગાવતા વખતે વીજ તારથી દૂર રહેવા માટે સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી હતી તેમજ આકાશ માં ઉડતા જીવો ને પણ સાચવવાની સલાહ આપવામાં આવી હતી. સાયકલ કે દ્વિચક્રીય વાહનો ચલાવતી વખતે પણ સજાગ રહેવા તેમજ માનવ જોખમી તેમજ પક્ષીઓ જોખમી ચાઇનીઝ દોરી ઉપયોગ નહી કરવો તેમજ કોઇને કરવા દેવો નહીં તેવા વિદ્યાર્થીઓ એ શાળા ખાતે સોગંધ લીધા હતા