MEHSANAVIJAPUR

વિજાપુર ફોરવર્ડ સ્કુલ ખાતે પતંગ ઉત્સવ ઉજવાયો

વિજાપુર ફોરવર્ડ સ્કુલ ખાતે પતંગ ઉત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ધી ફોરવર્ડ સ્કુલ ખાતે શાળાના બાળકો દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી ના ભાગ રૂપે પતંગ ઉત્સવ ની ભવ્ય ઉજવણી શાળાના મેદાનમાં કરવામાં આવી હતી જેમાં આચાર્ય અમરતભાઈ પટેલ દ્વારા શાળાના બાળકોને ચાઇનીઝ દોરી પક્ષીઓ તેમજ માનવી માટે જોખમી છે તે મુજબનુ માર્ગદર્શન આપી ચાઇનીઝ દોરી નહી વાપરવા ના શપથ પણ લેવડાવ્યા હતા તેમજ બાળકોએ લાવેલ સાદી ફીરકી ઉપર શાળા માં પતંગ ચકાવી ને ઉત્સાહિત બન્યા હતા તેમજ કેટલાક બાળકો એ એકબીજા સાથે પેચ લડાવી ને ખુબ આનંદ લીધો હતો બાળકો ની સાથે શાળાના શિક્ષકો તેમજ શિક્ષિકા ઓ જોડાઈ ને બાળકો ને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતુ શાળાના શિક્ષિકા પુષ્પા બેને ઉત્તરાયણ પર્વ કેમ ઉજવીયે છીએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું જેમાં ઉત્તરાયણ પર્વ સાથે જોડાયેલ ધાર્મિક ભાવના અને મકરસંક્રાંતિ કોને કહેવાય તે અંગે બાળકો ને સમજ આપવામાં આવી હતી શાળામાં પતંગ ઉત્સવ ને લઈને બાળકો ખુબ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી જેમાં શાળાના ધોરણ એક થી આઠ ના તમામ બાળકો જોડાયા હતા

[wptube id="1252022"]
Back to top button