MEHSANAVIJAPUR

વિજાપુર માં હોળી તહેવાર ને જુવાર ધાણી ની લાગી હાટડીઓ

વિજાપુર માં હોળી તહેવાર ને જુવાર ધાણી ની લાગી હાટડીઓ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર હોળીનો તહેવાર નજીકમાં આવતા જુવાર ધાણી ખજૂર હાયરા ની દુકાનો શરૂ થતાં ખરીદી કરવા માટે લોકોની ભીડ જામી રહી છે તો રંગો ગુલાલ નું પણ વેચાણ થઈ રહ્યુ છે હિન્દૂ સંસ્કૃતિ મુજબ હોળીના તહેવાર માં નરસિંહ ભગવાન નો ભક્ત પ્રહલાદ અને હોળીકા દેવી ના દહન ની તૈયારીઓ માં ભક્ત પ્રહલાદ માટે તે સમયે પૂજા અર્ચના કરવામાં આવે છે અને જુવાર ધાણી તેમજ ખજૂરો નું પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવતું પરંતુ એક વાયકા પ્રમાણે શિયાળા ની વિદાય અને ઉનાળા ના આગમન વચ્ચે કફ પિત શરદી ખાંસી જેવી બીમારીઓ વધુ હોય છે ત્યારે જુવાર ધાણી ફક શરદી જેવી બીમારી સામે ખુબજ ઉપયોગી ગણવા માં આવે છે આમ દરેક રીતે જુવાર ધાણી ખજૂર ખુબજ ઉપયોગી ધાર્મિક મહિમા સાથે શંકળાયલું છે જોકે હોળી ના તહેવાર નિમિતે વેચાતી ધાણી રૂપિયા 120 થી 140 ના ભાવે વેચાણ થઈ રહ્યુ છે તો ખજૂર ના ભાવ પણ રૂપિયા 100 થી 150 સુધી ભાવ બોલાય છે જેની તહેવાર ને લઈને લોકો ખરીદી પણ શરૂ કરી દીધી છે

[wptube id="1252022"]
Back to top button