
મહેસાણા ના જીલ્લા કલેક્ટર ની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બદલી
નવા કલેક્ટર નાગરાજન એમ ને મહેસાણા મુક્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જીલ્લા ના કલેક્ટર ઉદિત અગ્રવાલની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બદલી થઈ જયારે નવા કલેકટર તરીકે ઉચ્ચ શિક્ષણ નિયામક ગાંધીનગર નાગરાજન એમ મહેસાણા કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે જીલ્લા કલેક્ટર તરીકે ઉદીત અગ્રવાલે જીલ્લા ના તાલુકા મથકો માં ઘણી વખત જાત મુલાકાતે આવી લોકોની અગવડતા દુર કરવા તેમજ કાયદો વ્યવસ્થા અને જીલ્લા ના વિકાસકીય કામો યાત્રાધામ ના વિકાસ માં મુખ્ય ફાળો રહયો છે નવા આવેલ જીલ્લા કલેક્ટર નાગરાજન એમ પણ અગાઉ ઉદીત અગ્રવાલ દ્વારા બાકી રહી ગયેલી કામગીરી આગળ ધપાવશે તેઓ પણ ખૂબ પ્રગતિ શીલ ઉમદા સ્વભાવ ને લઈને જીલ્લા ને એક સારા કલેક્ટર મળ્યા છે શિક્ષણ ક્ષેત્રે તેઓ સારી કામગીરી કરી હોવાથી જીલ્લા શિક્ષણ ખાતું પણ વધુ જાગૃત બનશે તે નક્કી છે