MEHSANAVIJAPUR

વિજાપુર કોર્ટમાં બેંકના કર્મચારી ને ચેક રિટર્ન ના કેસમાં છ માસની કેદ અને ૧.૫૫ લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ

વિજાપુર કોર્ટમાં બેંકના કર્મચારી ને ચેક રિટર્ન ના કેસમાં છ માસની કેદ અને ૧.૫૫ લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર અત્રે ચેક રિટર્નનો કેસ ચાલી જતા ફરિયાદી પક્ષ તરફી ચુકાદો આવતા નામદાર જજ સાહેબે આરોપીને ફરિયાદીને ૧.૫૫ લાખ વળતર લેખે પરત કરવા હુકમ કર્યો હતો ઉપરાંત ૬ માસની સાદી સજા કરવામાં આવી હતી.
વધુ વિગત અનુસાર ફરિયાદી ૫ એક વર્ષ પૂર્વે ઉજાસ અમૃતભાઈ વિજાપુર ઉમિયા નગરના રહેવાસી
આરોપી ઠાકોર દશરથજી રૂપસંગ રહે ગોઠવા આથમણો વાસ તાલુકો વિસનગર જે દેના/બરોડા ગ્રામીણ બેંક વિસનગર તાલુકાના કડા ગામની શાખા ખાતે નોકરી કરતા હતા તે દરમિયાન ફરિયાદી સાથે ઓળખાણ થતા ઘનિષ્ઠ મિત્રતા બંધાઈ હતી જેથી લઈને આપને નાણાકીય વ્યવહાર થતું રહેતું હતું
સંબંધોનો ઉપયોગ કરીને આ કામના આરોપી ઠાકોર દશરથજી રૂપસંગજી (બેન્કર) ફરિયાદી ઉજાસ પાસેથી સામાજિક કારણોસર પૈસાની જરૂર હોઇ ૨.૫૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી જેને લઈને ફરિયાદી ઉજાસે ૧૫/૦૭/૨૦૧૭ ના રોજ કાયદેસરનું લખાણ લખાવીને આરોપી દશરથજી ને બે વર્ષની બે વર્ષથી પરત કરવાના શરતોના દિન ₹ ૨.૫૦ લાખ રોકડા આપ્યા હતા.જે રૂપિયા આપ્યા ની બે વર્ષની મુદત થી વધુ સમય થઈ જતા ઉજાસ દ્વારા દશરથજી પાસે આપેલ રકમની ઉઘરાણી કરવામાં આવી હતી જેથી આરોપી દશરથજીએ ઉજાસને રૂપિયાનું દેના ગુજરાત ગ્રામીણ બેંક વિજાપુર શાખા નું ચેક આપ્યો હતો જે બેંક શાખા ના એકાઉન્ટમાં જમા કરાવતા હોવાના કારણે ચેક પરત ફર્યો હતો અને બીજી વખત સમાધાન કરી ફરીથી બીજો ચેક આપ્યો હતો તે પણ ચેક રિટર્ન થયો હતો જેથી લઈને ફરિયાદીએ આરોપી સામે નામદાર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ તા.૨૯/૮/૨૦૨૦ દાખલ કરતા ૩૦/૧૨/૨૦૨૨ રોજ વિજાપુરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની અદાલત સમક્ષ ચાલી જતા અને ફરિયાદી પક્ષના તજજ્ઞ વકીલ કપિલ બ્રહ્મભટ્ટ ની ધારદાર દલીલોને નામદારે ગ્રાહ્ય રાખીને ફરિયાદી ની તરફેણ માં ચુકાદો આપતા અત્રે આરોપી દશરથજી બેન્કર ને ૧.૫૫ રૂપિયા ફરિયાદીને વળતર પેટે ચૂકવવા તથા છ માસની સાદી કેદની સજા ફરમાવી હતી

[wptube id="1252022"]
Back to top button