MEHSANAVIJAPUR

મહેસાણાના જોટાણા તાલુકાની ઈન્દીરાનગર શાળાના વિધાર્થીએ વિજ્ઞાન પ્રદર્શન માં શિલ્ડ મેળવ્યો

મહેસાણાના જોટાણા તાલુકાની ઈન્દીરાનગર શાળાના વિધાર્થીએ વિજ્ઞાન પ્રદર્શન માં શિલ્ડ મેળવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ
જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત ડાયટ તથા ડીઇઓ તથા ડીપીઈઓ કચેરી મહેસાણા માર્ગદર્શિત તથા આયોજિત જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ઉંઝા મુકામે અધ્યક્ષ જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા મુકેશભાઈ પટેલ તથા ડીઇઓ એ.કે.મોઢ પટેલ તથા ડો. ગૌરાંગભાઈ વ્યાસ, લેક્ચરર પ્રકાશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં અત્રેની ઇન્દીરાનગર શાળા આપણા માટે ગણિત વિભાગ ૫ B માં પ્રથમ ક્રમે આવતા શિલ્ડ તથા પ્રમાણપત્રથી સન્માનિત થતા તથા ઝોન કક્ષાએ ભાગ લેવા માટે પસંદ થતા શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા ગ્રામ સમુદાયે બાળ વૈજ્ઞાનિક ઠાકોર વર્ષા અશોકજી તથા ઠાકોર અંજલી ભરતજી તેમજ માર્ગદર્શક વંદનાબેન કાન્તીભાઈ પટેલ સહિતે શાળા ના ટ્રસ્ટી જનો એ વધાવ્યા હતા

[wptube id="1252022"]
Back to top button