LUNAWADAMAHISAGAR

સમાજમાં દાખલો બેસે તેવો મહિસાગર કોર્ટનો ચુકાદો સંતરામપુર દલીયાટી ગામના ખુનીને આજીવન કેદ અને ૨૫,૦૦૦ વળતર પેટે ચુકવવાનો દંડ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

સમાજમાં દાખલો બેસે તેવો મહિસાગર કોર્ટનો ચુકાદો

સંતરામપુર દલીયાટી ગામના ખુનીને આજીવન કેદ અને ૨૫,૦૦૦ વળતર પેટે ચુકવવાનો દંડ

 

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના દલીયાટી ગામના આરોપી રણજીતભાઈ સવાભાઈ તાવીયાડે ૨૦૨૦માં સંતરામપુર તાલુકાના ફરીયાદી રાકેશભાઈ વીરસીંગભાઈ તાવીયાડના દાદા પ્રતાપભાઈ નાથાભાઈ તાવીયાડ સાથે ઢોર ચરાવવા બાબતે તકરાર કરી આરોપીએ લાકડીઓના ફટકા મારી ખુન કર્યુ હતું.આરોપી વિરુધ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો.કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સેશન્સ કેસ શરૂ થયો હતો. આરોપી વિરુધ્ધ સદર કેસ ચાલતા સરકાર તર્ફે સરકારી વકીલ  ચેતનાબેન જી. જોષીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી એડીશ્નલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે આવા ગુન્હાઓ અટકાવવા સારૂ સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો અને કોર્ટે ઈ.પી.કો.કલમ હેઠળ આરોપીને આજીવન કેદ તથા દંડ તેમજ આરોપીએ મ૨ના૨ની પત્નીને રૂા.૨૫,૦૦૦/– વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો.

[wptube id="1252022"]
Back to top button