
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લામાં પ્રાણીઓ પ્રત્યેની ક્રૃરતા અટકાવવા સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રૃઅલ્ટી ટુ એનીમલ્સ (SPCA) બેઠક યોજાય
મહીસાગર જીલ્લાની જીલ્લા પ્રાણી કુરતા નિવારણ સોસાયટીની બેઠક જિલ્લા કલેક્ટર ભાવીન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે યોજાય હતી.
આ બેઠકોમાં ઢોરવાડા/પાંજરાપોળોમાં રાખેલ પશુઓ માટે પશુઓના રખરખાવ તેમજ રખડતા પશુઓના પ્રશ્નોના નિકાલ માટેની બાબત, રખડતો પશુઓના નિકાલ માટે સંભવિત પગલા હાથ ધરવાની કાર્યવાહી અને સદર બાબતે પ્રાણી કુરતા નિવારણ અધિનિયમોની જોગવાઈ અનુસાર કામગીરી કરવાની ઉક્ત તમામ બાબતે તેમજ થયેલ કાર્યવાહી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
મહીસાગર જીલ્લાની જીલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી, મહીસાગર ખાતેની ઇન્ફર્મરી તરીકે શ્રીજીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ, ગોધરા નક્કી કરવામાં આવેલ છે, આ સંસ્થા ખાતે જિલ્લામાંથી પોલીસ દ્વારા તા.૧/૪/૨૦૨૨ થી તાઃતાઃ૩૦/૧૧/૨૦૨૨ સુધીમાં ૨૪ પશુઓને અલગ -અલગ તાલુકામાંથી પકડી મોકલી આપવામાં આવેલ છે, આ સંસ્થાએ ૨૪ પશુઓના નિભાવણી ખર્ચ તા.૧/૪/૨૦૨૨ થી તા.તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં નો અંદાજીત ખર્ચની પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા, પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના અમલમાં છે. પશુઓના નિભાવ સહાય મેળવતી શક્ય એટલી મહત્તમ ગૌશાળા/પાંજરાપોળ ખાતે પણ રખડતા બિનવારશી પશુઓનો સમાવેશ કરાવી શકાય છે. તેવી બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી ચર્ચા કરવામાં આવી હતી.