MAHISAGAR
વિરપુરના કાસમપુરા પ્રા.શાળાના બાળકોને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શુક્લ પરીવાર દ્રારા ગણવેશ વિતરણ કરવામાં આવ્યા…

વાત્સલ્યમ્ સમાચાર વિરપુર
વિરપુર ખાતે આવેલ શુક્લ પરીવાર સામાજીક, શૈક્ષણિક કાર્યોમાં હંમેશા તત્પર રહે છે ત્યારે જીલ્લા પંચાયત સદસ્ય પિનાકિન શુક્લ દ્વારા વિરપુર તાલુકાની કાસમપુરા ગામની પ્રાથમિક શાળાના બાળકોને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે વિનામૂલ્યે ગણવેશનુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવતા બાળકોમાં ચહેરા પર સ્મિત લહેરાયુ હતું…
વિપુલ જોષી
[wptube id="1252022"]