
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
નાણાં ધીરદારથી ભોગ બનેલ વ્યક્તિઓ માટે મહિસાગર પોલીસ દ્વારા જનસંપર્ક સભા
નાણાં ધીરદાર,વ્યાજખોરો દ્વારા નાણાંની ઉઘરાણીમાં ધાકધમકી અને બળપ્રયોગ થાય છે. તેમજ ત્રણથી ચાર ગણા વ્યાજની વસુલાત કરવામાં આવે છે. જેને કારણે વ્યાજે નાણાં લેનાર વ્યક્તિને આર્થિક અને સામાજીક રીતે નુકશાન ભોગવવું પડે છે. જેને કારણે તેઓનું પરિવાર પાયમાલ થાય છે જેથી મહિસાગર જીલ્લાના નાગરીકોને ગેરકાયદેસર નાણાં ધીરનારની પ્રવૃત્તિઓના ભોગ બનેલ અથવા વ્યાજના વિષચક્રથી ત્રસ્ત વ્યક્તિઓનો સંપર્ક કરવા તથા લોકોને કાયદાકીય જાણકારી તેમજ સરકારશ્રી દ્વારા ધિરાણ યોજના હેઠળ લોન અંગેની જાણકારી આપવા પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે મહિસાગર પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.૧૧/૦૧/૨૦૨૩ ના કલાક-૧૬/૦૦ થી કલાક-૧૭/૦૦ સુધી જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ છે. જેથી મહિસાગર જીલ્લાના તમામ નાગરિકોને જનસંપર્ક સભામાં હાજર રહેવા પોલીસ અધિક્ષક મહિસાગર દ્રારા જાહેર આમંત્રણ છે.