LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર જિલ્લા સલાહકાર-તકેદારી સમિતીની બેઠક યોજાઈ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર જિલ્લા સલાહકાર-તકેદારી સમિતીની બેઠક યોજાઈ

મહિસાગર જિલ્લામાં સાચો લાભાર્થી અનાજ મેળવે તેવા તમામ પ્રયાસો હાથ ધરવા-કલેક્ટર ભાવિન પંડ્યા

મહીસાગર જિલ્લા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સલાહકાર-તકેદારી સમિતીની બેઠક જિલ્લામાં અનાજ તથા અન્ય ચીજ વસ્તુઓનું વિતરણ વ્યવસ્થિત અને પારદર્શક રીતે થાય તે માટે કલેકટર કચેરી લુણાવાડા ખાતે કલેકટર ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા અન્ન નાગરિક પુરવઠા અધિકારીના ઉપક્રમે યોજાઈ.

જેમાં વાજબી ભાવની દુકાનો ખાતે અધિકૃત સત્તાધિકારી તરફથી ફાળવવામાં આવેલ ચીજવસ્તુઓનો જથ્થો સમયસર અને પૂરેપૂરો મળી રહે તે નિશ્ચિત કરવું, જે તે વિતરકો તરફથી સસ્તા અનાજની દુકાનો માટે સ્થળ બદલીની અરજી કરવામાં આવેલ છે તથા મામલદાર કક્ષાએથી મંજુરી પણ અપાઈ ચુકી છે એવા વિતરકોને સ્થળ બદલી કરવાની મંજુરી આપવાની, ગ્રામ્ય કક્ષાની તકેદારી સમિતીઓએ ગ્રામ્ય કક્ષાએ મિટીંગો ભરવી તથા જરુરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવા, એનએફએસ અંતર્ગત લાભપાત્ર પરંતુ કોઈ કારણસર લાભ ન મેળવતા હોય તેવા લોકોનું રજીસ્ટ્રેશન કરાવવાના પ્રયત્નો હાથ ધરવા વગેરે બાબતો પર ચર્ચા વિચારણાના અંતે આગળની કાર્યવાહી કરવા કલેક્ટર દ્વારા માર્ગદર્શન અપાયું.

ઉપરોક્ત તમામ બાબતોમાં જો કોઈ સમસ્યા જણાઈ આવે તો ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવો અને જરુર પડ્યે લાગુ પડતી મામલતદાર કચેરી તથા અન્ન નાગરિક પુરવઠા અધિકારીનો પણ સંપર્ક કરી તમામ લાભાર્થીને સરકારની આ યોજનાનો સો ટકા લાભ મળે તેવા પ્રયત્નો કરવા, એલપીજી ગેસ બાટલાનાં વિતરણમાં જો કોઈ ગેરરિતી જણાઈ આવે તો જે તે વિતરણ એજન્સી બોલાવી તેમનો ખુલાસો માંગી આગળની કાર્યવાહી કરવા માટે કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું.

[wptube id="1252022"]
Back to top button