હાલોલ:મળો અનોખા શિવભકત પિન્ટુ પરમારને કે જેમને શરૂ કરી વડોદરાથી કેદારનાથ સુધીની 1500 કિલોમીટરની સાયકલયાત્રા

તા.૨૬.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હિન્દુ ધર્મમાં સૌથી મહત્વની ગણાતી બાબા કેદારનાથ ધામની યાત્રાની શરુઆત થઈ ગઈ છે.કેદારનાથ મંદિરના પણ કપાટ ખુલી ગયા છે.ભારતભર અને દુનિયાભરમાંથી ભાવિકો બાબા કેદારનાથની યાત્રામાં જઈ રહ્યા છે. ગુજરાતભરમાથી પણ ઘણા ભાવિકો બસ ટ્રેન થકી કેદારનાથના દર્શને જઈ રહ્યા છે.વડોદરા શહેરના એક શિવભકત કેદારનાથધામ જવા સાયકલ યાત્રા શરુ કરી છે.વ઼ડોદરાથી કેદારનાથ સુધીનુ અંતર તેઓ સાયકલ પર કાપશે.વડોદરાથી શરુ થયેલી સાયકલયાત્રા હાલોલ ખાતે આવી પહોચી હતી.ત્યારબાદ તેઓ કેદારનાથ તરફ જવા રવાના થયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં શ્રીનાથ પેટ્રોલપંપ પાસે રહેતા પિન્ટુભાઈ મંગલભાઈ પરમાર એસી ફીટીંગ સહિતની કામગીરી કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે.પિન્ટુભાઈ ભગવાન શિવજીમા અપાર શ્રધ્ધા ધરાવે છે.તાજેતરમાં કેદારનાથ ધામના કપાટ ખુલતા શિવભકતોનુ ઘોડાપુર ઉમટયું છે.પિન્ટુભાઈ પરમારે પણ કેદારનાથની યાત્રા કરવાનો વિચાર આવ્યો અને તેઓ સાયકલ પર કેદારનાથ જવા નીકળી પડ્યા. વડોદરાથી શરુ કરેલી કેદારનાથ સુધીની સાયકલયાત્રા હાલોલ ખાતે આવી પહોચી હતી. પિન્ટુભાઈ પરમાર વાતચીતમાં જણાવે છે કે તેમને અચાનક જ વિચાર આવ્યો અને સાયકલયાત્રા શરુ કરવાનુ વિચાર્યું.તેમને એક દિવસમાં 70 કિલોમીટરનુ અંતર કાપવાનુ લક્ષ્ય છે અને આ મારી પ્રથમયાત્રા છે.તેઓ હરિદ્વાર,બદ્રીનાથ,સહીતના ધાર્મિકસ્થાનો ની મુલાકાત લઈને તેઓ કેદારનાથ પહોચશે.પોતાની વાત પુરી કરીને પોતાની યાત્રા આગળ વધારવા માટે રવાના થયા હતા.










