
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
મહીસાગર LCBએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ચારની અટકાય કરી 25600 ની ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો
ઉત્તરાયણનો તહેવાર નજીકમાં છે તેવામાં માર્કેટમાં પતંગ દોરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ જગ્યાઓ હાડોડ અને નવા રાબડીયા ગામે રેડ કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 64 ફિરકાઓ સાથે 4 ઇસમોની અટકાયત કરી કુલ 25,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. Lcb ના પોલીસ ઇસ્પેક્ટર આર.ડી.ભરવાડને બાતમી મળી હતી તે મુજબ LCB ટીમ દ્વારા મહીસાગર જિલ્લાના અલગ અલગ બે સ્થળ નવા રાબડીયા અને હાડોડ ગામે રેડ કરીને પ્રતિબંધિત ચાઇનઝ દોરીના જથ્થા સાથે 4 આરોપીઓની અટકાયત કરી છે. મહીસાગર LCB એ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચાણ પર રેડ કરી છે જેમાં જિલ્લાના લુણાવાડા તાલુકાના નવા રાબડીયા રેડ કરતા નવા રાબડીયા ગામનો રહેવાસી આરોપી ગોવિંદ નાથાભાઈ પ્રજાપતિ કે જેના ઘરેથી ચાઈનીઝ દોરીની નાની મોટી ફિરકીઓ કુલ નંગ 48 જપ્ત કરી છે જેની કિંમત રૂપિયા 19200 છે તો LCB દ્વારા હાડોડ ગામે રેડ કરતા વીરપુર તાલુકાના ખેરોલી ગામનો રહેવાસી આરોપી જયદીપ રોહિત તેમજ બાલાસિનોર તાલુકાના ડુંગરીપૂરા તાબે પાંડવાનો રહેવાસી આરોપી હરદીપસિંહ કનકસિંહ ચૌહણ જે લુણાવાડા તાલુકાના હાડોડ ગામે વેચાણ કરતા હતા અને અન્ય એક કિશોર આમ ત્રણ આરોપીઓ પાસેથી કુલ 16 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા મળી આવ્યા છે જેની કુલ કિંમત 6,400 છે આમ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આલગ આલગ સ્થળે રેડ કરીને કુલ 64 ચાઈનીઝ દોરીના ફિરકા ઝડપી રૂપિયા 25,600 નો મુદ્દામાલ કબ્જે કરી 4 આરોપીઓની અટકાયત કરી છે.