કડાણા તાલુકાના ઘોડિયાળ ગામના ખેડૂતોએ જંગલી ભૂંડ અને નીલગાય સામે પાકને રક્ષણ માટે સાડીઓનો સહારો લીધો

રિપોર્ટર…
સંતરામપુર
અમિન કોઠારી
કડાણા તાલુકાના ઘોડિયાર ગામના ખેડૂતો એ જંગલી ભૂંડ અને નીલગાય સામે પાકને રક્ષણ માટે સાડીઓ નો સહારો લીધો
કડાણા તાલુકાના ઘોડિયાર ગામે લાકડાની વાડ બનાવી અભેદ કિલા બંધી કરવા મજબુર બન્યો.
જગતનો તાત કહેવતો ખેડૂત જંગલી ભૂંડ અને નીલગાય સામે પોતાનો ઉભો પાક બચાવવા સાડી અને લાકડાની વાળ કરી જંગલી પ્રાણીને રોકવાનો મરણીયો પ્રયાસ કરી રહ્યો છે. મહંદઅંશે પોતે મહામુશીબતે પકવેલ અનાજ ને બચાવવા અવનવા કીમિયા અપનાવી રહ્યો છે ત્યારે મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ઘોડીયાર ગામે છેલ્લા પાંચ વર્ષથી ભૂંડ અને નીલગાય નો ત્રાસ ખુબ વધી ગયો છે.
ખેડૂતો પાક ને બચાવવા સાડી અને લાકડાની વાળ કરી પોતાના મહામુલી પાકને બચાવવા એક લૂલો પ્રયાસ કરી રહ્યો છે વિશાળકાય નીલગાય અને જંગલી ભૂંડ ને આ વાળ રોકી શકતી નથી તેમ છતા પણ અવનવા કીમિયા અપનાવી પાકને બચાવવા પ્રયાસ કરે છે આવી કડકડતી ઠંડી મા પણ ખેડૂત રાત્રી દરમીયાન પણ ખેતરમા રહેવા મજબૂર બન્યો છે ક્યાંક થાળી વગાડી જંગલી પ્રાણી ને ભગાડવા પ્રયાસ કરે છે પણ તે પણ માત્ર વ્યર્થ સાબિત થાય છે કેટલીક વખત જંગલી પ્રાણી હુમલા કરે છે તેના થી પણ ખેડૂતને શારીરિક નુકશાન વેઠવું પડે છે ત્યારે કેટલીય વખત વન વિભાગ તેમજ ખેતીવાડી અધિકારી ને જાણ કરવા છતા કોઈ પગલા ન ભરતા અનેક વખત નુકશાની વેઠવી પડે છે ત્યારે જગતના તાત એવા ખેડૂતને અવનવા કીમિયા માંથી છુટકારો મળશે તે એક મોટો સવાલ છે ?