
રિપોર્ટર
વાત્સલ્ય મ્ સમાચાર
અમિન કોઠારી = સંતરામપુર
મહિસાગર ના જીલ્લા શિક્ષણ અધિકારી પ્રકાશભાઈ એન મોદી લાંચ લેતા ઝડપાયા
જિલ્લા શિક્ષણ અધિકારી 20 હજારની લાચ લેતા ઝડપાયા
ભોમાંનદ સ્કૂલ સરસણ માં એમ્પ્લોયમેન્ટ નંબર માટે માગી હતી
20,000 ની લાંચ
પ્રકાશભાઇ નટવરલાલ મોદી, જીલ્લા શિક્ષણાધિકારી,મહીસાગર-લુણાવાડા, વર્ગ-૧,મુળ રહે.ઘર નંબર- ૩,વેદકુટીર રેસીડેન્સી, નવા નરોડા,અમદાવાદ હાલ રહે.નાના સોનેલા, પંકજભાઇ ત્રિવેદીના મકાનમા તા-લુણાવાડા, જી- મહીસાગર
ફરીયાદીશ્રી ભોમાનંદ વિધાલય, નાની સરસણ ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતા હોય, જેઓની સ્કુલમા નવી નિમણુક પામેલ શિક્ષિકા શ્વેતાબેન ધીરૂભાઇ ચૌધરીનાઓ હાજર થતા તેઓના એમ્પલોઇ નંબર મેળવવા માટે તેઓ તરફથી કરવાની કાર્યવાહી કરી, જીલ્લા શિક્ષણાધિકારી મહીસાગર નાઓની કચેરીએ મોકલી આપેલ, તેમ છતા હાજર થયેલ શિક્ષિકાનો એમ્પલોઇ નંબર, ન ફળવાતા આ કામના ફરીયાદી તા.૫/૦૧/૨૦૨૩ ના રોજ આક્ષેપિતની કચેરીએ શ્વેતાબેનના એમ્પલોઇ નંબર બાબતે ખાતરી કરવા ગયેલ ત્યાં જઇ આક્ષેપિતને મળતા આક્ષેપિતે શ્વેતાબેનના એમ્પલોઇ નંબરની પ્રોસેસ કરવા સારૂ રૂ.૨૦,૦૦૦/- ની માંગણી કરેલી જે અંગે આ કામના ફરીયાદીએ શિક્ષિકા શ્વેતાબેનને વાત કરતા શ્વેતાબેન લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી આ કામના ફરીયાદી સાથે મહીસાગર એ.સી.બી.પો.સ્ટે. લુણાવાડા ખાતે આવી ફરીયાદ જાહેર કરતા, ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦,૦૦૦/- લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયેલ છે
આરોપીને એ.સી.બી. એ ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.