
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે થશે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી
પ્રજાસત્તાક દિન ઉજવણીના પૂર્વ તૈયારના ભાગ રૂપે આજ રોજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
સંતરામપુર આઝાદ મેદાન ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન-2023ની ઉજવણી થનાર છે.જેને લઈ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી અને કલેક્ટરએ વિવિધ વિભાગો દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે બેઠક વ્યવસ્થા,મંડપ વ્યવસ્થા,ટ્રાફિક નિયમન ,પાર્કિંગ વ્યવસ્થા,વીજ પુરવઠો,પીવાના પાણીની વ્યવસ્થા,સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાફ સફાઈ કામગીરી કરવા સૂચના આપી હતી.અને બેઠકમાં કાર્યક્રમની તમામ રૂપરેખા અંગે ચર્ચા કરાઇ. તમામ અધિકારીઓને યોગ્ય કામગીરી હાથ ધરવા સૂચન આપવામાં આવી હતી.
[wptube id="1252022"]