LUNAWADAMAHISAGAR

મહિસાગર જિલ્‍લામાં સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ માંઝાના ઉપયોગ પર પ્રતિબંધ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહિસાગર જિલ્‍લામાં સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ માંઝાના ઉપયોગ પર પ્રતિબંધ

મહિસાગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જણાવ્યા મુજબ સમગ્ર મહિસાગર જિલ્લામાં તા.૧૭-૦૧-૨૦૨૩ સુધી સસ્તા કાગળમાંથી બનેલા સ્કાય લેન્ટર્ન,કે જેમાં મીણના ચોસલા બણતળ તરીકે વયરાય છે તેવા તુક્કલ તથા તે માટેની જરૂરી સામગ્રીનો કોઈ પણ વેપારી-વ્યકિત કે સંસ્થાએ ખરીદ,વેચાણ,સંગ્રહ,બક્ષીસ,ભેટ કે ઉપયોગ કરવો નહિ તથા આવા સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ) ઉડાડવા નહી. ચાઈનીઝ માંઝા/નાયલોન/પ્લાસ્ટીક દોરી,સિન્થેટીક માંઝા,સિન્થેટીક પદાર્થોથી કોટીગ કરેલ હોય અને નોન બાયો ડીગ્રેબલ હોય તેવી દોરી,કાચ પાયેલી તથા અન્ય હાનીકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરવો નહિ તથા તે માટેની જરૂરી સામગ્રીનો કોઈ પણ વેપારી-વ્યકિત કે સંસ્થાએ ખરીદ,વેચાણ,સંગ્રહ,બક્ષીસ,ભેટ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યુ છે.જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

 

[wptube id="1252022"]
Back to top button