
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
ડાયટ સંતરામપુરના તાલીમાર્થીએ ઝોન કક્ષાનાં રમતોઉત્સવમાં વિવિધ રમતોમાં ભવ્ય વિજય મેળવ્યો.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ દ્વારા ડાયટ,ગ્રાન્ટેડ સંસ્થાઓના ડી.એલ.એડ,અને બી.એડના તાલીમાર્થીઓનો મધ્ય ગુજરાત ઝોન કક્ષાનો રમતોઉત્સવ વર્ષ 2022-2023નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન સંતરામપુરના તાલીમાર્થીઓએ,લાંબી કુદ, ગોળા ફેક,વોલીબોલ ,યોગાસન જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.તેઓ રેલ્વે સ્પોર્ટ્સ સંકુલ પરેલ દાહોદ ખાતે યોજાયેલા રમતોત્સવમાં લાંબી કુદ, વોલીબોલ,યોગસન જેવી વિવિધ રમતોમાં ભવ્ય વિજય મેળવ્યો હતો જેથી તેમને જિલ્લા કન્વીનર એસ.જે.ડામોર ,જિલ્લા સહ કન્વીનર ડી.વી.ખડાયતા,પ્રાચાર્ય આર. જી.મુનિયા દ્વારા તાલીમાર્થીઓને ટ્રોફી,એવોર્ડ, મેડલ ,પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.ડાયટના તાલીમાર્થીઓનો ભવ્ય વિજય થતા તેઓ ગૌરવની લાગણી અનુભવી હતી ત્યારે સંતરામપુર ડાયટના આચાર્ય કે.ટી.પોરણીયા, સિનિયર લેક્ચરર ડૉ. હર્ષદભાઈ પટેલ સહિત ડાયટ પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા.આ સાથે તાલીમાર્થીઓ પોતાના જીવનમાં આમ જ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.