
11-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- ભુજ તાલુકાના ઝુરા ગામના અગ્રણી સ્વ. લાઘુજી ભાણજી જાડેજાની ૮ મી પુણ્યતિથી નિમિત્તે તેમના સુપુત્રો હરિસિંહ, સુરેન્દ્રસિંહ, નરપતસિંહ તથા ચંદ્રસિંહ દ્વારા ઝુરા કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ૧૬૦ જેટલી બાળાઓને મિષ્ટાન, ફરસાણ, ફળાહાર સાથેનું તિથિ ભોજન કરાવાયું હતું. આ સાથે આગામી ઉતરાયણના તહેવારને અનુલક્ષીને સર્વે બાળાઓને દાતા પરિવાર તરફથી પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શાળા વ્યસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ મગુભા સોઢા, યુવા ટ્રાન્સપોર્ટ અગ્રણી વિજયસિંહ જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન અને વ્યવસ્થા શાળાના આચાર્ય નૈનિતાબેન મોદી તથા શાળાના સ્ટાફે સંભાળી હતી અને તેમણે દાતા પરિવારનો આભાર માન્યો હતો. આયોજનને સફળ બનાવવા જયવિરસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ સોઢા વગેરેએ જહેમત ઉઠાવી હતી.