ANJARKUTCH

અંજાર તાલુકાની K.K.M.S ગર્લ્સ હાઇસ્કુલ ની વિદ્યાર્થીની અને ધરજીયા પરિવારની દીકરીની સિદ્ધિને સલામ.

14-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

અંજાર કચ્છ :- કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં નવેમ્બર – 2022 માં અંજાર તાલુકાની K.K.M.S. ગર્લ્સ હાઇસ્કુલમાં કુલ 195 વિદ્યાર્થીનીએ સ્વામી વિવેકાનંદજી વિશે લેવાયેલ પરીક્ષામાં ભાગ લીધેલ હતો. તેમાં અંજાર તાલુકા કક્ષાએ રોશની ભરતભાઈ ધરજીયા પ્રથમ નંબરે પાસ થયેલ છે.હાલે ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ અને ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના શિક્ષક ભરતભાઈ વાલજીભાઈ ધરજીયાની પુત્રી રોશની ભરતભાઈ ધરજીયા જે હાલે અંજાર તાલુકાની K.K.M.S. ગર્લ્સ હાઇસ્કુલમાં ધોરણ 11/E માં અભ્યાસ કરે છે. જેમને આ વર્ષે તાલુકા લેવલે લેવાયેલ. સ્વામી વિવેકાનંદજી.વિશેની પરીક્ષામાં અંજાર તાલુકાની K.K.M.S.ગર્લ્સ હાઈસ્કૂલમાં શાળા કક્ષાએ 195 વિદ્યાર્થીનીમાં રોશની ભરતભાઈ ધરજીયા પ્રથમ નંબરે પાસ થઈ સાથે સાથે કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં પણ પ્રથમ નંબરે પરીક્ષા પાસ કરી K.K.M.S.ગર્લ્સ હાઇસ્કુલ અને ધરજીયા પરિવારનું નામ રોશન કરવા બદલ તેમને શુભેચ્છા પાઠવવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button