BHUJKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાની ઓનલાઈન બેઠક યોજાઇ

૫-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

પ્રાથમિક-માધ્યમિક સંવર્ગના અપેક્ષિત કાર્યકર્તાઓ જોડાયા

ભુજ કચ્છ :- કચ્છ જિલ્લાની ઓનલાઈન બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય મહામંત્રી મિતેશભાઈ ભટ્ટએ સદસ્યતા અભિયાનનું મહત્વ અને જરૂરીયાત તેમજ સંગઠનને શિક્ષકોના પ્રશ્નો ઉકેલવામાં રાજય કક્ષાએ મળેલ સફળતા અંગે સૌને માહિતગાર કર્યા હતા. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લા મહામંત્રી રમેશભાઇ ગાગલ એ કર્તવ્ય બોધ દિવસ આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ જાગરણ પર્વ અનુભવ કથન રજૂ કર્યું હતું.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત મંત્રી મુળજીભાઈ ગઢવી એ અખિલ ભારતીય અધિવેશન અનુભવ કથન રજુ કર્યું હતું. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજાએ જિલ્લામાં વધુમાં વધુ શિક્ષકોને સદસ્ય બનાવવા પર ભાર મૂકી રચનાત્મક કાર્યક્રમો જોડાવવા આહવાન કર્યું હતું.

કચ્છ જિલ્લાની ઓનલાઈન બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત માધ્યમિક સંવર્ગ સંગઠન મંત્રી નયનભાઈ વાંઝા,જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ મીરાંબા વસણ,લખપત તાલુકા અધ્યક્ષ બાબુભાઈ પટેલ,માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર,હરેશભાઇ ત્રિવેદી,પરેશભાઈ પંડ્યા,પ્રાથમિક સંવર્ગ જિલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ લાભુગીરી ગોસ્વામી,સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા, સહ મંત્રી કાંતિભાઈ રોઝ,અબડાસા તાલુકા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા,માંડવી અધ્યક્ષ રસિકભાઈ પરમાર, અંજાર અધ્યક્ષ મયુરભાઈ પટેલ,ભચાઉ અધ્યક્ષ રવીન્દ્રભાઈ પટેલ અને અંજાર નગર અધ્યક્ષ રઘુભાઈ વસોયા સહિતના અપેક્ષિત કાર્યકર્તાઓ જોડાયા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.

[wptube id="1252022"]
Back to top button