KUTCHMANDAVI

માંડવી શહેરમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી(ફીરકી) શોધી કાઢતી માંડવી પોલીસ

૧૦-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

માંડવી કચ્છ :- માંડવી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એ.જે.ચૌહાણ નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. લીલાભાઇ ખુમાભાઇ દેસાઇ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, માંડવી શહેર માં વલ્ભનગર વિસ્તાર માં સલમાન યાકુબ સુમરા રહે. વલ્લભનગર, માંડવી-કચ્છ વાળો પોતાના આર્થીક ફાયદા સારૂ ચાઇનીઝ દોરી રાખી વેચાણ કરે છે. જે બાતમી હકીકતથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આરોપી પાસેથી પકડાયેલ મુદામાલ,ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૧૦ કી.રૂ.૪૦૦૦/- પકડાયેલ આરોપી,સલમાન યાકુબ સુમરા (ઉ.વ.૨૨)રહે. વલ્લભનગર, માંડવી-કચ્છ.

ઉપરોક્ત કામગીરીમાં એ.જે.ચૌહાણ, પોલીસ ઇન્સ્પેકટર, તથા પો.હેડ.કોન્સ. લીલાભાઇ ખુમાભાઇ દેસાઇ તથા પો.કોન્સ. ભગીરથસિંહ જેપાલસિંહ ડાભી તથા કીરણભાઇ વિરમભાઇ ચૌધરી એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.

[wptube id="1252022"]
Back to top button