
૧૨-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા અને મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે. પી. પ્રજાપતિ સાહેબને પત્ર પાઠવી જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી કે કચ્છ જિલ્લાના વિવિધ તાલુકા ઘટક સંઘોની રજુઆત અનુસંધાને જિલ્લાના શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેવા કે; શિક્ષકોના બાકી સી પી એફ ખાતા ખોલવા,બાકી એરિયર્સ બીલની રકમ ઝડપથી ચૂકવવા બાબત, સમયમર્યાદા પૂર્ણ થયેલ હોય તેવા શિક્ષકોના અસલ પ્રમાણપત્રો પરત આપવા બાબત,તમામ તાલુકા કક્ષાએ નિયમિત સર્વિસ બુક અપડેટ કરવા બાબત, તમામ તાલુકામાં દર મહિને 1 થી 5 તારીખ સુધી પગાર કરવા બાબત,નિયમિત મહેકમમાં સમાવિષ્ટ વિદ્યાસહાયક શિક્ષકોના બાકી હુકમ કરવા સહિતના વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.