KUTCHMANDAVI

માંડવી તાલુકાના પીપરી ગામેથી રૂપિયા-૧.૬૫. લાખના દાગીનાની ચોરી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કોડાય પોલીસ

૯-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

માંડવી કચ્છ :- કોડાય પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.૨.નં-૦૩/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૩૮૦,૪૫૪,૪૫૭ મુજબનો.ગુનો તા-૦૮/૦૧/૨૦૨૩ ના રોજ પીપરી ગામે જાહેર થયેલ જેમાં ફરીયાદીના મકાનમાંથી રોકડા રૂ.૧૦.૦૦૦/- તથા સોનાના દાગીના કુલ કી.રૂ.૧૫૫૦૦૦/- મળી કુલ રૂ.૧૬૫૦૦૦/- ના માલમતાની ચોરી થયા બાબતની ફરીયાદ જાહેર થતા ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પો.ઇન્સ.એ જાતેથી તપાસ સંભાળી લિધેલ અને ગુનો શોધી કાઢવા પોલીસ સ્ટાફના માણસોને સુચના કરેલ જેથી કોડાય પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોઇ તે દરમ્યાન પો.હેઙ.કોન્સ દિલીપસિંહ સિંધવ તથા વિપુલભાઇ પરમાર નાઓને ખાનગી રાહે સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળેલ કે,પીપરી ગામમાં ચોરીનો બનાવ બનેલ છે તે ફરીયાદીના કોટુંબિક ભાઇ પ્રદિપ ઉર્ફે પરેશ હીરાલાલ સંગારે આ સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ છે જે બાતમી આધારે બિદડા ખાતેથી આરોપીને પકડી પાડતા પોતે ગુનો કરેલાની કબુલાત કરેલ કે મે સોનાના દાગીના ચોરી કરીને બિદડા મધ્યે આવેલ IIFL ગોલ્ડ લોન ફાઇનાન્સ લિ.માં જમા કરાવી લોન લિધેલ છે.જે આધારે ગોલ્ડ લોન વાળા પાસેથી સોનાના દાગીના કોડાય પોલીસ એ કબ્જે કર્યા હતા.આ આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ

સોનાનુ મંગલસુત્ર કુલ કી.રૂ.૧૦૫૦૦૦/-,

સોનાના કાપ (બુટ્ટી) કુલ કીં.રૂ.૩૦૦૦૦/-

સોનાની કાનમાં પહેરવાની સેર કી.રૂ.૨૦૦૦૦/-

રોકડા રૂપિયા-૬૫૦૦૦/-કુલ મુદ્દામાલ કી.રૂ.૨૨૦૦૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં ઇ.પોલીસ ઇન્સ્પેકટર એ.જે.ચોહાણ તથા.પો.હેડ.કોન્સ.દિલીપસિંહ સિંધવ તથા વિપુલભાઇ પરમાર તથા મુળરાજભાઇ ગઢવી, તેમજ પો.કોન્સ.પિયુષ ચાવડા તથા ભાવેશ દેસાઇ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.

[wptube id="1252022"]
Back to top button