KUTCHMUNDRA

ઝરપરાની પ્રાસલા વાડી પ્રાથમિક શાળાના બાળકોને તંદુરસ્તીના પાઠ ભણાવાયા 

૧૦-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

વાડી વિસ્તારના ચારણપુત્રોએ દુહા, છંદ અને લોકગીતની રમઝટ બોલાવી

વાડીમાં થતા લીલા શાકભાજી અને ઔષધીય વનસ્પતિ અંગે સમજણ અપાઇ

મુન્દ્રા કચ્છ :- મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામની પ્રાસલા વાડી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 3માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોને તંદુરસ્ત જીવન જીવવાના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં એડોલેસન હેલ્થ કાઉન્સિલર મહેન્દ્ર વાઘેલાએ કિશોર અવસ્થામાં થતા ફેરફારો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

હેલ્થ સુપરવાઇઝર પ્રકાશ ઠક્કરે વાડી વિસ્તારમાં થતાં લીલા શાકભાજી તથા ઔષધીય વનસ્પતિનો ખોરાક અને માંદગીમાં દવા તરીકે ઉપયોગ કરવાની સમજણ આપી હતી.

આરોગ્ય, શિક્ષણની સાથે બાળકોમાં રહેલ કલાકારને જાગૃત કરવા શાળાના આચાર્ય મેઘરાજ રવીયાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ વાડી વિસ્તારના ચારણપુત્રોએ દુહા, છંદ અને લોકગીતની રમઝટ બોલાવી સૌના દિલ જીતી લીધા હતા. સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે તમામ બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો.

સુપરવાઈઝર સુમિત્રાબેન બલાતની હેલ્થ ટીમ સપનાબેન પટેલ અને નીરૂબેન કરમુરે જરૂરતમંદ બાળકોની હિમોગ્લોબીન તપાસ કરી હતી.

કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા સી.આર.સી. કો-ઓર્ડીનેટર ડો. મોહનલાલ પરમાર, એસ.એમ.સી. અધ્યક્ષ પાલુ લધા શાખરા સહિત નાગાજણ વીરમ ગીલવા, ડાયાભાઈ દેવદાસ ગીલવા, નારાણ લખમણ સેડા વિગેરે વાલીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કેન્દ્રના ચિરાગ ઉપેરિયા, દેવેન્દ્ર ચાવડા, નિકુલ પરમાર, જીગ્નેશ પંચાલ તથા શાળાના શિક્ષકો દેવજીભાઈ સોલંકી, મહેન્દ્રસિંહ સોલંકી, ક્રિષ્નાબેન લિયા, સ્થાનિક આશા મીનાબેન વાલજી પીંગોલ વિગેરે સહયોગી રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button