BHUJKUTCH

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જીલ્લાની  કારોબારી બેઠક કાશીનાથ ભવન ભુજ ખાતે યોજાઈ. 

૨૭-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

જિલ્લા કારોબારી બેઠકમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અને આગામી કાર્યક્રમો સંદર્ભે ચર્ચા કરવામાં આવી.

ભુજ કચ્છ :- સૌપ્રથમ દીપ પ્રાગટ્ય અને સમૂહ પ્રાર્થના બાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા ગત સભાની કાર્યવાહીનું વાંચન કર્યું હતું જેને કારોબારી સદસ્યોએ બહાલી આપી હતી ત્યારબાદ વાર્ષિક સદસ્યતા અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પશ્ચિમ કચ્છ જિલ્લા સંઘ ચાલક હિમતસિંહ વસણએ સંગઠનમાં કાર્યકર્તાની ભૂમિકા વિશે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત મહામંત્રી અનિરુદ્ધસિંહ સોલંકીએ ટૂંકા ગાળામાં રાજય કક્ષાએ સંગઠનને વિવિધ રજૂઆતોમાં મળેલ સફળતાઓનો ઉલ્લેખ કરી શિક્ષક હિત સદા અગ્રેસર સંગઠનના કાર્યો અને ગતિવિધિની માહિતી આપી જિલ્લામાં વધુમાં વધુ શિક્ષકોને જોડવા આહવાન કર્યું હતું. ત્યારબાદ વિવિધ તાલુકા કક્ષાએ આયોજિત કર્તવ્ય બોધ દિવસના કાર્યક્રમોનું વૃત લેવાયું હતું. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજાએ  કચ્છ જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો ને સતત વાચા આપતું સંગઠન એ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ છે એવું જણાવી શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા સંગઠન સદા અગ્રેસર રહેશે તેવું જણાવ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા  કારોબારી બેઠક માં માધ્યમિક શૈક્ષિક મહાસંઘ રાજય અધ્યક્ષ મુળજીભાઈ ગઢવી અને સંગઠન મંત્રી નયનભાઈ વાંઝા,વિભાગ સંગઠન મંત્રી કિશોરસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ લાભુગીરી ગોસ્વામી, યશપાલ સિંહ જાડેજા,રાજય પ્રતિનિધિ માધુભાઈ ચૌધરી,શામજીભાઈ વરચંદ,જુવાનસિંહ સોઢા, કોશઅધ્યક્ષ વાલજીભાઈ મહેશ્વરી, જિલ્લા સહ મંત્રી કાંતિભાઇ રોઝ,ઉમેશભાઈ પટેલ સહિત જિલ્લા કારોબારી સદસ્યો,તમામ તાલુકા અધ્યક્ષ,મહામંત્રી, સંગઠન મંત્રી,મહિલા મંત્રી,મહિલા ઉપાધ્યક્ષ સહિતના અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર બેઠકનું સંચાલન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ એ કર્યું હતું જ્યારે આભારવિધિ જિલ્લા સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા એ કરી હતી. તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.

[wptube id="1252022"]
Back to top button