KUTCHMUNDRA

ધ્રબની વલસરા બેલા પ્રાથમિક શાળાના બાળકો શીખ્યા તંદુરસ્તીના પાઠ

5-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

વિદ્યાર્થીઓએ બેટી પઢાવો – બેટી બચાવો, ખારેકના ફાયદા, મારું કચ્છ, હું શિક્ષક બનીશ, બાળવાર્તા તથા શૌર્યગીત દ્વારા અભિવ્યક્તિ વ્યક્ત કરી

બાળકોએ કસરત અને રમત ગમત દ્વારા ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું

મુન્દ્રા કચ્છ :- મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામની વલસરા બેલા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ડો. કૈલાસપતિ પાસવાનના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોને કસરત અને રમત ગમત દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપીને તંદુરસ્તીના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિકિતા મહેશ્વરીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું ઉદાહરણ આપીને બેટી પઢાઓ, બેટી બચાવો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા જ્યારે મોહમ્મદ સુલતાન તુર્કે સ્થાનિકે પાકતા મબલખ પાક “ખારેક” અંગેની વિગતવાર માહિતી આપી અને તેના ફાયદાઓ સમજાવ્યા હતા. કચ્છી ભાષામાં અસલમ તુર્કે ‘મીઠો મૂંજો કચ્છ’એ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ સોજીના જમીલ તુર્કે “મારે પણ શિક્ષક બનવું છે” વિષય સાથે કેવી રીતે શિક્ષક બની શકાય તે અંગે બાળકોને માહિતગાર કર્યા હતા. જ્યારે અનફિસા તુર્કે બાળવાર્તા દ્વારા બાળકોના મન મોહી લીધા હતા અને રોજમીન બ્લોચે પોતાની કાલી ગેલી ભાષામાં નન્ના મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું… શૌર્યગીત રજૂ કરી વાહ વાહી મેળવી હતી. ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં એડોલેશન હેલ્થ કાઉન્સિલર મહેન્દ્ર વાઘેલાએ કિશોરોને વિકાસલક્ષી સમસ્યા અને ઉપાયો અંગે વિગતવાર સમજણ આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક આરોગ કેન્દ્ર ઝરપરાના ડો. હસનઅલી અગરિયા, પ્રકાશભાઈ ઠક્કર, નીતાબેન મકવાણા, નિકુલ પરમાર, ચિરાગ ઉપેરિયા, દેવેન્દ્ર ચાવડા તથા રેહાનાબેન તુર્ક સહયોગી રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ બાંભણીયાએ કર્યું હતું જ્યારે શાળાના આચાર્યા પારૂલબેન બી. આહીરે સુંદર કાર્યક્રમ બદલ આરોગ્ય ખાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો ઉર્વીબેન પટેલ, રંજનબેન ભીમાણી તથા કિંજલબેન આસોડિયાએ જહેમત ઉઠાવી હતી.

 

[wptube id="1252022"]
Back to top button