
૩-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- વિદેશના સિશલ્સ આફ્રિકામાં ભારત દેશના તમામ રાજ્યોના તેમજ ગુજરાતના કચ્છ જિલ્લા માંથી કમાવા માટે ગયેલા મેઘવાળ સમાજ નવ યુવાનો દ્વારા સ્નેહ મિલન સંમેલન-૨૦૨૩. સિશલ્સ (માહે) ઇંગ્લિશ રીવર કોમ્યુનિટી હોલ ખાતે સિશલ્સ માં કામ કાજ માટે ગયેલા મેઘવાળ સમાજના લોકો દ્વારા નવા વર્ષની-૨૦૨૩,ઉજવણીનો ભીમ કોરેગાવ શોર્ય દિવસ તેમજ સામાજિક સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા નવા વર્ષે સિશલ્સમાં કામ કરતા ભાઈઓએ એકબીજાને સુભેચ્છા આપી હતી.
ભીમ કોરેગાવના શોર્ય દિવસને યાદ કરીને શહીદ થયેલા અડીખમ અને જાબાંજ સૈનિકોને યાદ કરીને મેઘવાળ સમાજ નબળો નહિ પણ સબળો બન્યો છે અને મેઘવાળએ આદિ અનાદી પુરાણ કાળથી આગેવાન એટલે કે (રખીયો) એ યુગાયુગ આગેવાન છે.મેઘવાળ સમાજ મહેનત કરી ને સમાજના ગરીબ પરિવારોને સાથ આપવા વાળો સમાજ છે જેમકે વિર મેઘમાયા પાણી માટે સર્વે સમાજ ના હિતાર્થે પોતાની દેહ નું બલિદાન આપ્યું જલિયાંવાલા બાગ ના હત્યારા જનરલ ડાયરને ગોળી માળનાર એ વિર શહિદ ઉધમસિહ જેવા અનેક દાખલાઓ છે જેનો પુરાવો વિશ્વ શ્રેષ્ઠ ભારતીય બંધારણ એટલે એના નિર્માતા ડૉ. બાબા સાહેબ આંબેડકરે તૈયાર કરીને ભારતીય લોકો માટે સર્વેના કલ્યાણ માટે સુપરત કરું હતુ.આ સંમેલનન મા વકતા શ્રી સાંયાભાઇ શિરોખાએ પોતાના ઘારદાર અને તેજાબી છટા મા સમાજમાં જાગૃતિ અને મારો સમાજ વ્યસમુક્ત સમાજ,સ્વસ્થ સમાજ,મારો સમાજ શિક્ષિત સમાજ,આમ કન્યા કેળવણી ઉપર વધારે ધ્યાન આપીને દીકરી બે કુળ તારે એટલે કે ૧૦૦% કન્યાને શિક્ષિત બનાવો.,દીકરીને કન્યા દાન નહિ પણ કરિયાવરમાં ભણતર (અભ્યાસ) આપજો દાન વપરાઈ જશે પણ ભણતર એ એવું કરિયાવર છે તે દિકરી જીવશે ત્યાં સુધી તેમને અને તેમના પરિવાર સાથે પોતાના બાળકોને જીવનભર ઉપયોગી થશે
તેમજ અન્ય વક્તાઓ સોમજી ભાઈ વાઘેલા એ સિશલ્સમાં મેઘવાળ સમાજ ની કામ કરવાની કાર્યપધ્ધતિ તેમજ કરેલ કાર્યોની ચર્ચા કરી હતી પ્રેમજીભાઈ ગચા (ભદ્રેશ્વર) મેઘવાળ સમાજ ના ચારે વાડા જે અહી સિશલ્સ માં એકતાતણે બંધાયા છે તે હરહંમેશ એક્તા નાં સુત્રે એક જુટ રહે તેવી સૌ લોકો ને અપીલ કરી હતી. ભરત ભાઈ વાઘેલા એ ડો બાબા સાહેબ આંબેડકર ના આદર્શ ને પગલે જીવન માં આગળ વધવા માટે જણાવ્યુ હતું.
ધનસુખભાઈ વાઘેલા એ પ્રમુખ સ્થાને થી જણાવ્યું કે બિજા સમાજ કરતાં આપણો સમાજ પછાત કેમ એ વિષે સચોટ અને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું તેમજ સીસલ મેઘવાળ સમાજ એ માત્ર સિશલ્સ મા નહી પણ માદરે વતન કરછ માં સેવાકીય પ્રવૃતિઓ જેવી કે લાયબ્રેરીઓ માં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ અનેક કાર્યો કરે છે.આ કાર્યક્રમમાં સામાજિક ઉત્થાન ની ચર્ચા,ભોજન સમારંભ,સાથે દાંડીયારાસ જેવાં પ્રોગ્રામને સફળ બનાવવા માટે કાન્તીભાઈ ચાવડા, હરેશભાઈ આયડી,વેરશીભાઈ ગચા,દિલિપભાઈ ચાવડા, લખન પાતારિયા,હિરજી ભાઈ ડગરા, નિલેશ ભાઈ લોચા,ઘનજીભાઈ માગલિયા,દિનેશભાઇ અને ભાવેશભાઈ નોરિયા,વિજય ભાઈ વાઘેલા,અમિત ભાઈ ચાવડા મનજી ભાઈ સીજુ,કિશોરભાઈ પાતારિયા,રાણાભાઈ અબચુગ અનેક યુવાનો એ ખડેપગે રહી ને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
ક