
૫-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બીદડા ગામના સીમતળના સર્વે નં.૭૨૫ બીનખેતી રહેણાક વિસ્તાર જીતનગર તથા સત્યમ શિવમ સુંદરમ નગર શે.નં.૩ માં મણિલાલ ભગતના ઘરના ઉગમણી બાજુથી દક્ષિણ તરફના વિસ્તારમાં ખાનગી સોસાયટી અંદરના રસ્તામાં સરકારશ્રીના ૧૫ માં નાણાપંચમાંથી સિમેન્ટનો સી.સી.રોડ બનાવેલ હોઈ હાલના બીદડા ગામના સરપંચએ સરકારશ્રીના સચિવશ્રી માનનીય મહોદય જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના પરીપત્રની અવગણના કરીને કાયદાથી ઉપરવટ જઈને સરમુખત્યાર શાહી મનસ્વી રીતે પોતાનો જો વટ હુકમ ચલાવીને સરકારશ્રીના નાણા પંચનો ગેરકાયદેસર રીતે ખાનગી સોસાયટીમાં પોતાના અંગત સ્વાર્થ માટે નાણાપંચની ગ્રાન્ટનો દુર ઉપયોગ કરેલ અને પોતાની સરપંચ પદની સતાનો દુર ઉપયોગ કરીને સરકારશ્રી સાથે છેતરપીડી કરેલ.તેમજ આ હાલમાં ચાલુ કરવામાં આવેલ કામને સરકારશ્રીના ધારા ધોરણ નિયમો મુજબ જીયોટેકની પ્રોસેસ પણ નથી કરવામાં આવી આથી બીદડા ગામના હાલના સરપંચશ્રીએ પોતાના હોદાનો દૂર ઉપયોગ કરેલ હોઈ તેમની વિરૂધ્ધમાં ગુજરાત પંચાયત અધિનીયમ કલમ-૫૭ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને તાત્કાલિક ધોરણે હોદા ઉપરથી દૂર કરવામાં આવે તેવી માંગ છે. ખાસ નોધ ઉપર મુજબની ફરીયાદ અનુસ્થાનમાં ગુજરાત રાજયના સચિવશ્રીના પરીપત્રના નિયમો વિરૂધ્ધમાં કામ કરેલ હોઈ આ કામના તમામ વર્ક ઓર્ડર રદ કરવામાં આવે તેમજ નાણાપંચની ગ્રાન્ટનો દૂર ઉપયોગ થતો અટકાવવામાં આવે હાલમાં થયેલ કામનુ ચુકવણુ નહી કરવા આપ સાહેબશ્રીને નમ્ર રજુઆત નવિનભાઇ નાકરાણી એ કરી હતી.સાથે નવીનભાઈ એ જણાવ્યું હતું કે થયેલ કામનુ જો ચુકવણ કરવામાં આવશે તો કાયદાકીય પ્રશ્ન ઉપસ્થીત થાશે તેમાં તમામ જવાબદારી આપ સાહેબશ્રીની રહેશે જેમની આથી નોધ લેશો તેવું નવીનભાઈ એ જણાવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે થયેલ કામનુ સ્થાનીક સ્થળનુ પંચનામુ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સરપંચશ્રીને હોદા ઉપરથી દૂર કરવામાં આવે તેવી માંગ બિદડા ગામના જાગૃત નાગરિક નવિનભાઈ નાકરાણી એ જણાવ્યું હતું.