BHUJKUTCH

ભુજમાં શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભુજ એલસીબી પોલીસ

૧૫-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- ભુજ એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ માં હતા ત્યારે સચોટ બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ બ્લુ કલરનું જેકેટ તથા કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે. અને તે લોરીયા તરફ થી ભુજ તરફ શંકાસ્પદ મોટર સાઇકલ લઇને પસાર થવાનો છે જેથી તુરત જ વર્ક આઉટ કરી પાલારા રોડ પર વોચમાં હતા બાદ હકીકત મુજબનો ઇસમ શંકાસ્પદ મો.સા. સાથે આવતા મજકુર ઇસમને રોકી તેનુ નામ-ઠામ પુછતા પોતાનુ નામ જાકબ ઉર્ફે કારો જુસબ લાડકા.(ઉ.વ.૨૮),રહે. જંગલખાતાના ગોડાઉનની બાજુમાં,ધૃગ તા-ભુજ વાળો હોવાનું જણાવેલ તેમજ મજકુર ઇસમના કબ્જાની મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. એ.નં- HA10EWGHB50774 તથા ચે.નં- MBLHA10BTGHB00593,તે મોટરસાયકલ ની કિ.રૂ-૨૦.૦૦૦/-ની કિંમત ની મોટરસાયકલ ની માલીકી બાબતેના આધાર-પુરાવાની માંગણી કરતા પોતાની પાસે કોઇ આધાર પુરાવા નહીં હોવાનુ જણાવેલ,જેથી મજકુર ઇસમના કબ્જાના મોટર સાયકલ શક પડતી મિલકત તરીકે ગણી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી કલમ – ૪૧(૧)(ડી) મુજબ અટક કરી આગળની યોગ્ય તપાસ અર્થે ભુજ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button