KUTCHMANDAVI

ભોજાય સર્વોદય ટ્રસ્ટ ધ્વારા અનશનવ્રતધારી,જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઇ છેડાની પુણ્ય સ્મૃતિરૂપે,૩૨મા નવનીત મેગા મેડીકલ સર્જીકલ કેમ્પના સમાપન કાર્યક્રમ યોજાયો

૨-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના ભોજાય ગામે આવેલ શ્રી ભોજાય સર્વોદય ટ્રસ્ટ ધ્વારા અનશનવ્રતધારી,જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઇ છેડાની પુણ્ય સ્મૃતિરૂપે કચ્છના ૪૦૦ ગામડાનાં ૪૦૦૦થી વધુ દર્દીઓને લાભાન્વિત કરનાર અને સતત ૪૨ દિવસ સુધી ચાલેલ ૩૨મા નવનીત મેગા મેડીકલ સર્જીકલ કેમ્પના સમાપન અને અભિવાદન સમારોહ પ્રસંગે ઉપસ્થિત મેગેશેશ એવોર્ડ વિજેતા ડૉ.શ્રી પ્રકાશભાઇ આમ્ટે,શ્રીમતી ડૉ.મંદાકીની આમ્ટે,નવનીત પરિવારના મોભી શ્રી બીપીનભાઈ ગાલા, પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઈ મેધજી શાહ,ભુજના માજી નગર સેવીકા માતૃશ્રી હંસાબેન તારાચંદભાઈ છેડા,શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા,ભોજાય સર્વોદય ટ્રસ્ટના મોભી શ્રી લીલાધરભાઈ (અધા) ગડા,જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ,મુ.મેધરજ,તા.અરવલ્લીના ડૉ.બંસીભાઈ પટેલ તથા અન્ય સામાજીક તથા રાજકીય અગ્રણીઓ હાજર રહયા હતા.

[wptube id="1252022"]
Back to top button