
૮-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી :- કચ્છ
મુંદ્રા કચ્છ :- મુન્દ્રા ખાતે ડી.પી.વર્લ્ડ પોર્ટ સંચાલિત MICT ટર્મિનલ ઉપર આજે તા.7મી જાન્યુઆરીના બપોરના ૧ વાગ્યા આસપાસ એક પનામા ફ્લેગ સી એક્સપ્રેસ નામનું જહાજ નમી ગયું હતું.આ સમાચાર મળતા પોર્ટ દ્વારા નિયત થયેલા રાહત બચાવ કામગીરીના પગલાઓ તાત્કાલિક હાથ ધરવામાં આવ્યા હતા અને ટગ તથા પોર્ટની મરીન ટુકડીઓને કામે લગાડવામાં આવી હતી. પોર્ટના વરિષ્ઠ ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ધસી ગયા હતા.સૌ પ્રથમ વેસેલ ઉપરના ક્રુ મેમ્બર્સ અને જહાજની સલામતીને પ્રાધાન્ય આપી કામગીરી હાથ ધરવામાં આવી હતી. સતત સાંજના 6 વાગ્યા સુધીમાં કાર્યવાહી કરીને આ વેસલને પૂર્વવત સ્થિતીમાં સ્થિર કરવામાં આવ્યું હતું. આ ધટનાની તપાસ સત્તાધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નથી તેમજ જેટી કે પોર્ટની મિલ્કતને પણ નુકશાન થયું નથી. પોર્ટની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે.