BHUJKUTCH

નોખાણીયા- કુનરિયા શાળા દ્વારા ત્રણ દિવસીય સૌરાષ્ટ્રનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

૧૦-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- ભુજ તાલુકાની નોખાણીયા તથા કુનરિયા પ્રાથમિક શાળાઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ત્રણ દિવસનો સૌરાષ્ટ્રનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ પ્રવાસમાં બંને શાળાઓના મળી કુલ્લ ૫૦ બાળકો તથા ૪ શિક્ષકો જોડાયા હતા. ત્રણ દિવસીય પ્રવાસમાં બાળકોએ જગત મંદિર દ્વારકા, નાગેશ્વર જ્યોર્તિલિંગ, હર્ષદ માતા, સોમનાથ જયોર્તિલિંગ, સમુદ્ર દર્શન, ભાલકા તીર્થ, સાસણ ગીર, દેવળીયા પાર્ક સિંહ દર્શન, સતાધાર, વિરપુર ઉપરાંત જૂનાગઢ ખાતે ભવનાથ તળેટી, ગિરનાર દર્શન, વિલિંગડન ડેમ, થ્રી ડી મૂવી, મ્યુઝિયમ, સક્કરબાગ સહિતના સ્થળોની મુલાકાત લઈ રોમાંચિત થયા હતા. શિક્ષકો દ્વારા બાળકોને તમામ સ્થળોનું ધાર્મિક, ઐતિહાસિક અને શૈક્ષણિક મહત્વ સમજાવાયું હતું. સમગ્ર આયોજન અને વ્યવસ્થામાં શાળાના શિક્ષકો નિલેશ બિઢેર, કેશુભાઈ ઓડેદરા તથા નમ્રતા આચાર્ય સહયોગી બન્યા હતા. કુનરિયાના યુવા ઉદ્યોગપતિ અરૂણભાઇ છાંગાનો આર્થિક સહયોગ મળતા શાળા પરિવારે તેમનો આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button