ANJARKUTCH

અંજારની K.K.M.S ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીની અને ધરજીયા પરિવારની દીકરી સ્વામી વિવેકાનંદજી વિશેની પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે આવતા તે બદલ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ ખાતે સન્માન કરવામાં આવ્યું

૧૨-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

અંજાર કચ્છ :-  અંજાર તાલુકાની K.K.M.S ગર્લ્સ હાઇસ્કુલ ની વિદ્યાર્થીની અને ધરજીયા પરિવારની દીકરી સ્વામી વિવેકાનંદજી વિશેની પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે પાસ થવા બદલ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ ખાતે સન્માન કરવામાં આવ્યું હાલે ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ અને ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના શિક્ષક ભરતભાઈ વાલજીભાઈ ધરજીયાની પુત્રી રોશની ભરતભાઈ ધરજીયા જે હાલે અંજાર તાલુકાની K.K.M.S. ગર્લ્સ હાઇસ્કુલમાં ધોરણ 11/E માં અભ્યાસ કરે છે. જેમને આ વર્ષે જાન્યુઆરી – 2023માં જિલ્લા કક્ષાએ લેવાયેલ. સ્વામી વિવેકાનંદજી વિશેની પરીક્ષામાં તેમને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે પરીક્ષા પાસ કરવા બદલ ગુજરાત રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા નો કાર્યક્રમ રાજકોટ શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે યોજાયો હતો.જેમાં 668 સ્કૂલો અને 66188 બાળકોએ આ લેખિત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે કાર્યક્રમમાં રોશની ભરતભાઈ ધરજીયા કચ્છ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર લાવવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું.આ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ તેમજ K.K.M.S.ગર્લ્સ હાઇસ્કુલ અને ધરજીયા પરિવારનું નામ રોશન કરવા બદલ તેમને શુભેચ્છા પાઠવવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button