
૧૧-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
માંડવી કચ્છ :- માંડવી તાલુકાના નાનીખાખર ગામમાં-૧૧-જાન્યુઆરી થી શરૂ થતા બારમતી પંથ મહેશ્વરી સમાજના પવિત્ર માઘસ્નાન વ્રતના પ્રથમ દિવસે પરમ પૂજ્ય શ્રી જીવશુધ્ધ મતિયાદેવ મંદિર પાસે પતરાના શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધર્મગુરુ શ્રી લાલજી માંતગ,માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી,માંડવી તાલુકા મહેશ્વરી સમાજના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ચંદે,નાનીખાખર ગામના પૂર્વ સંરપચ થાવરભાઈ મોથારીયા,નાનીખાખર મહેશ્વરી સમાજના પ્રમુખ પચાણભાઈ મોથારીયા,સામાજિક અગ્રણી મુરજીભાઈ મોથારીયા,જીતુ આયડી,નરેશ ઘેડા,ધીરજભાઈ આયડી,ખમુભાઈ માંતગ,મુકેશભાઈ મોથારીયા,ગાંગજી આયડી,મેધજીભાઈ ઘેડા,ભરતભાઈ ચંદે,શિવજીભાઈ મોથારીયા,ગાંગજી માંતગ,વાલજીભાઈ મોથારીયા,અર્જુન આયડી,રવજી મોથારીયા,રામજીભાઈ ડગરા,કાર્તિક દનિચા,હિતેષભાઈ માંતગ,કોન્ટ્રેક્ટર મહેન્દસિહ જાડેજા તથા સમાજના આગેવાનોશ્રીઓ અને યુવા અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.