GANDHIDHAMKUTCH

ગુજરાત યૂનિવર્સિટી અમદાવાદ દ્વારા 71, મો પદવિદાન અને દિક્ષાત સમારોહ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી હોલ માં યોજાયો. 

૯-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રાજેન્દ્રભાઈ ઠક્કર – ગાંધીધામ કચ્છ

ગાંધીધામ કચ્છ :- જાણીતાં પીઠ પત્રકાર શંકર કતિરા ની દીકરી રાજવી કતિરાને યુનિવર્સિટી નો પ્રથમ આવવા બદલ રાજ્યપલ ના હસ્તે એવોર્ડ એનાયત કરાયો.

ગુજરાત યૂનિવર્સિટી અમદાવાદ દ્વારા 71, મો પદવિદાન અને દિક્ષાંત સમારોહ તા. ૫-૧-૨૦૨૩ ના રોજડો. શ્યામા પ્રસાદ મુખર્જી હોલ માં યોજાયો.જેમા ગુજરાત રાજ્ય ના મહામહીમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, કેબીનેટ મિનિસ્ટર ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા અને ગુજરાત યૂનિવર્સિટી વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડયા દ્વારા વિવિધ ક્ષેત્રના વિધાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડીગ્રી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા.જેમાં આપડા બનાસકાંઠા ડીસા ના પીઢ પત્રકાર શ્રી શંકરભાઈ કતીરા ની સુપુત્રી રાજવી શંકરભાઈ કતીરા ને ઈન્ટેલેકચ્યુંએલ પ્રોપર્ટી રાઈટ્સ માં ગુજરાતમાં પ્રથમ આવવા બદલ રાજ્યપાલ શ્રી દ્વારા ગોલ્ડ મેડલ થી સન્માનિત કરી ઉજવવલ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે કુ રાજવી શંકરભાઈ કતીરા ગુજરાતની પ્રતિષ્ઠિત નાનાવટી એસોસિએટસ અમદાવાદમાં લીગલ એડવાઇઝર તરીકે કોપીરાઈટ અને ટ્રેડમાર્કની જવાબદારી સંભાળે છે અને સાથેજ પી.એચ.ડી. ની તૈયારી કરે છે. સામાજીક કાર્યકર અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ના ગુજરાતના ઉપપ્રમુખશ્રી રાજેન્દ્ર ઠક્કરે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

[wptube id="1252022"]
Back to top button