
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા – તા-૨૦ જૂન : કચ્છના દરિયામાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો રોકાવાનું નામ લઇ રહ્યો નથી. ત્યારે જખૌ દરિયામાંથી બિનવારસી હાલતમાં 19 ચરસના પેકેટ મળી આવ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં 100થી વધુ ચરસના પેકેટ મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બીએસએફ જવાનને પેટ્રોલિંગ દરમિયાન જખૌ દરિયામાં વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં 19 ચરસના પેકેટ મળી આવ્યા છે. સતત બિનવારસી ચરસના પેકેટ મળી આવતા તમામ એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.કચ્છના પશ્ચિમ કિનારા પર છાશવારે તણાઇને આવતા ડ્રગ્સના પેકેટ કચ્છમાં રિસિવ કોણ કરે છે અને ક્યાં જાય છે તેને લઇને એજન્સીઓને ખાસ મોટી સફળતા મળી નથી.
[wptube id="1252022"]