
મહુધા તાલુકાના ખેડૂતો ના પાક ઉત્પાદન વધુ મળે તે માટે વર્ષો થી યુરિયા ખાતર નાખવામાં આવે છે. હાલ તાલુકામાં કપાસ. તમાકુ. લઉં. તથા શાકભાજી ના પાકો કરવામાં આવેલ છે. તેમજ લઉં જેવા પાકો માં યુરિયા ખાતર ની ખાસ જરૂર હોય તેના માટે આખા તાલુકા ખાતર આવતા ની સાથે જ ખલાસ થઈ જાય છે. ધણા ખેડૂતો તો ખાતર વિનાજ પાણી વારતા હોવાનું બહાર આવ્યું છે.
આમ ખાતર ની ખેચ વચ્ચે એગ્રો સેન્ટર વાળા ખેડૂતો ની મજબુરી નો ભરપુર લાભ ઉઠાવવા માં આવતો હોય છે. યુરિયા ખાતર ની બે બેગ સામે એક બોટલ ઓર્ગેનિક ની પધરાવી દેવામાં આવે છે જેની કિંમત રુ200 થી લઇ ને રુ250 લેવા માં આવે છે જેથી જો ખેડૂત બોટલ લેવા ની ના પાડે તો ખાતર આપવામાં આવતું નથી. જેથી મને કમને બોટલ લેવી પડે છે. આર્થિક નુકસાન વેઠવું પડે છે.
રહીમ ચૌહાણ
મહુધા
[wptube id="1252022"]