
10 એનસી કેસ કરીને 3400 નો દંડ વસૂલ કર્યો.
માણાવદરમાં આડેધડ ટ્રાફિક કરતા વાહનો સામે પોલીસે લાલ આંખ કરતા 10 એનસી કેસ કરીને 3400 નો દંડ વસૂલ કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ માણાવદર શહેરમાં વાહનો રાખતા હોવાથી ટ્રાફિક સમસ્યા દિવસે અને દિવસે થતી હોવાની સમસ્યાને ધ્યાનમાં લઇ માણાવદરના પી.એસ.આઇ કે.બી. લાલકા સહિતનો પોલીસ સ્ટાફે ગામના મુખ્ય બજારોમાં ટ્રાફિક ઝુંબેશ શરૂ કરી હતી અને આડેધડ વાહનો રાખતા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરીને દંડ વસૂલ કર્યો હતો ત્યારે ઘણા સમય પછી પોલીસે કાર્યવાહી કરતા અને ટ્રાફિક સમસ્યા કાયમી હલ થાય તે માટે દરરોજ પોલીસ આવી ટ્રાફિક ડ્રાઈવ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
તસ્વીર – અહેવાલ -દિપક રાજા – માણાવદર

[wptube id="1252022"]