જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા “યુઝ ઓફ મોર્ડન ટેકનોલોજીઝ એન્ડ ઓટોમેસન ઇન ફૂડ પ્રોસેસીંગ” વિષય પર બે દિવસીય વર્કશોપનું આયોજન

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા “યુઝ ઓફ મોર્ડન ટેકનોલોજીઝ એન્ડ ઓટોમેસન ઇન ફૂડ પ્રોસેસીંગ” વિષય પર બે દિવસીય વર્કશોપનું આયોજન
વાત્સલમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : તા.૫, કૃષિ યુનિવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ પ્રોસેસીંગ એન્ડ ફૂડ એન્જીનીયરીંગ વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા આઈ. સી.એ.આર. ના રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમ ના આઈ.ડી.પી. યોજના હેઠળ““યુઝ ઓફ મોર્ડન ટેકનોલોજીઝ એન્ડ ઓટોમેસન ઇન ફૂડ પ્રોસેસીંગ” વિષય પર બે દિવસીય વર્કશોપ નું આયોજન કરેલ છે. આ વર્કશોપ નો ઉદઘાટન કાર્યક્રમ તા.૦૫/૦૯/૨૦૨૨ નાં રોજ સવારે ૯.૦૦ કલાકે સેમીનાર હોલ, કૃ.ઈ.ટે.કો., જુ.કૃ.યુ. ખાતે યોજાયેલ. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકોને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઓટોમેશનના ક્ષેત્ર, ફૂડ એન્ડ બેવરેજ ઇન્ડસ્ટ્રીઝમાં રોબોટિક્સ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પરિકલ્પના વગેરે વિષયો પર વ્યવહારુ જ્ઞાનને વધારવાનો છે.
આ વર્કશોપનું આયોજન જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના માનનીય કુલપતિ ડો. વી. પી. ચોવટિયાની પ્રેરણા, ડો. એચ,.એમ. ગાજીપરા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામક તેમજ આઈ. ડી. પી. યોજનાના પી.આઈના માર્ગદર્શન હેઠળ તેમજ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન, પ્રો. (ડો.) નરેન્દ્ર કુમાર ગોટીયાના પ્રોત્સાહન હેઠળ થયેલ છે.
આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના, કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન અને કો- પી. આઈ. આઈ.ડી.પી., ડો. એસ. જી. સાવલીયા, અક્ષય ઉર્જા ઇજનેરી વિભાગના પ્રાદ્યાપક અને વડા અને કો- પી. આઈ, આઈ.ડી.પી. .ડો. પી. એમ. ચૌહાણ, બાગાયત વિધ્યાશાખાના આચાર્ય ડો. ડી. કે. વરુ, પી. જી. આઈ.એ. બી.એમ.ના આચાર્ય ડો. સી. ડી. લખલાણી તેમજ પ્રોસેસીંગ એન્ડ ફૂડ એન્જીનીયરીંગ વિભાગના પ્રાદ્યાપક અને વડા તેમજ આ કાર્યક્રમના ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો. એમ. એન. ડાભી, કો-ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો. પી. આર. ડાવરા, પ્રો. જી. ડી. ગોહિલ તેમજ અન્ય વિભાગના પ્રાધ્યાપક અને વડાઓ અને અધ્યાપકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે એમ.એ.એન.આઈ.ટી., ભોપાલના ડાયરેક્ટર ડો. એન.એસ. રઘુવંશીએ પ્રાસંગિક ઉદબોધનમાં વસ્તી વિસ્ફોટના કારણે ખાદ્ય ધાનોની ભવિષ્યમાં થનારી અછત વિષે માહિતી આપેલ અને કૃષિમાં આધુનિકીકરણ દ્વારા તેને કઈ રીતે પહોંચી શકાય તેના વિષે માહિતી આપેલ. તેમણે ફૂડ પ્રોસેસીંગમાં પોસ્ટ હાર્વેસ્ટ લોસના લીધે થતા નુકસાનને કઈ રીતે ઘટાડી શકાય તેમજ ફૂડ સિક્યોરિટીની સાથે સાથે ન્યુટ્રીશનલ સિક્યોરિટી નું પણ ધ્યાન રાખવા પર ભાર મુકેલ. તેમણે વિદ્યાર્થીઓને ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં ઓટોમેશનમાં રહેલી તકોને પારખી આગળ વધવાની ભલામણ કરેલ.
આ કાર્યક્રમમાં એચ.એમ. ગાજીપરા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામક તેમજ આઈ. ડી. પી. યોજનાના પી.આઈ. અને સદરહું કાર્યક્રમના પેટ્રોન તરીકે પ્રાસંગિક ઉદબોધનમાં જુનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં ચાલી રહેલ રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી. અંતર્ગત થયેલ વિવિધ પ્રવુતીઓથી વિદ્યાર્થીઓને મળતા લાભો વિષે વિગતવાર માહિતી આપેલ. તેમણે જણાવેલ કે જુનાગઢ કૃષિ યુનિવર્સીટી સતત ત્રણ વર્ષ થી રાષ્ટ્રીય સ્તરે આઈ.ડી.પી યોજનામાં પ્રથમ નંબરે આવેલ છે જે ખરેખર ગર્વની વાત છે. તેમણે વિદ્યાર્થીઓને ફૂડ પ્રોસેસીંગ, ઓટોમેશન અને રોબોટીક્સ ક્ષેત્રે ખેડૂતો માટે ઉપયોગી અતિ આધુનિક તકનીકોને વિકસીત કરવાના ભગીરથ પ્રયત્નમાં વિદ્યાર્થીઓને જોડાવવા પ્રોત્સાહન આપેલ.
આ કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન અને કો-પી.આઈ. આઈ.ડી.પી., પ્રો. (ડો.) નરેન્દ્ર કુમાર ગોન્ટિયા એ પ્રાસંગિક સંબોધનમાં આ વર્કશોપનું આયોજન તેનું મહત્વ વિષે સમજાવેલ. તેમણે કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના પ્રોસેસીંગ એન્ડ ફૂડ એન્જીનીયરીંગ વિભાગ દ્વારા તુવેર દાળની પ્રોસેસીંગ માંટે લગતા સમયમાં થયેલ નોધપાત્ર ઘટાડા માટેની તકનીક વિકસાવવા માટે અભિનંદન પાઠવેલ. તેમણે ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં થયેલ અત્યાધુનિક ઇનોવેશનને ખેડૂતો સુધી પહોચાડવા માટે આહવાહન કરેલ. તેમજ તેમણે વિદ્યાર્થીઓ ને ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં સ્ટાર્ટ ઉપ ક્ષેત્રે રહેલી સુવર્ણ તકોને ઝડપી લેવા માટે આહવાહન કરેલ.
આ વર્કશોપમાં ફૂડ પ્રોસેસિંગ અને તેમાં આધુનિકરણ જેવા વિષયો પર વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તા. ૦૫/૦૧/૨૦૨૩ અને તા. ૦૬/૦૧/૨૦૨૩ એમ બંને દિવસ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ને સઘન માર્ગદર્શન આપશે, જેમાં ખાસ કરી ને આવનાર સમય માં વિદ્યાર્થીઓએ એન્ટરપ્રીનયોર કઈ રીતે બનવું અને તેમાં આવનાર પડકારો અને ઉપાયો પર ભાર મુકવામાં આવશે.
આ કાર્યક્રમના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. એમ.એન. ડાભી, પ્રાધ્યાપક અને વડા, ડીપાર્ટમેન્ટ ઓફ પ્રોસેસીંગ એન્ડ ફૂડ એન્જીનીયરીંગ વિભાગ, કો-ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરીઓ ડો. પી. આર. ડાવરા, મદદ. પ્રાધ્યાપક, પાર્ટમેન્ટ ઓફ પ્રોસેસીંગ એન્ડ ફૂડ એન્જીનીયરીંગ વિભાગ, પ્રો. જી. ડી. ગોહિલ, કન્વીનર, આઈ.ડી. પી. સેલ તેમજ તેમની ટીમ અને વિવિધ કમિટીના કન્વીનરઓ તથા સભ્યઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.