
કેશોદ ધારાસભાની ચૂંટણીમાં મતદાન પુર્વે રાત્રીના ઝડપાયેલાં વિદેશી દારૂનો આરોપી ઝડપાયો
– કેશોદ ધારાસભાની ચૂંટણીમાં મતદાન ની પુર્વે રાત્રીના સમયે ભયમુક્ત આદર્શ આચારસંહિતા અમલીકરણ મુજબ મતદાન યોજી શકાય એ માટે કેશોદ પોલીસ ની જુદી જુદી ટીમો પેટ્રોલિંગ કરી રહેલી હતી ત્યારે કેશોદ તાલુકાના બામણાસા ગામે પાદરમાં આવેલ રહેણાંક મકાનમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાં કારખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી,અમરાભાઈ હામાભાઈ જુજીયા રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા બાતમીના સ્થળે પહોંચતા મગફળીના ભુકા હેઠળ થી સાઈઠ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને કારખાનાં માલિક સરમણભાઈ માલદેભાઈ કરંગીયા ઉંમર વર્ષ ૪૬ નાશી ગયેલ હોય ગતરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન અગાઉના કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલ આરોપી ધ્યાનમાં આવતાં ઓળખ કરી કેશોદ તાલુકાના બામણાસા ગામનાં સરમણભાઈ માલદેભાઈ કરંગીયા ની કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી અમરાભાઈ જુજીયા રવિભાઈ ધોળકિયા દ્વારા અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટ :- અનિરૂધસિંહ બાબરીયા કેશોદ