
જૂનાગઢના કેશોદ ૮૮ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હીરાભાઈ અરજણભાઇ જોટવાને ચૂંટણીમાં ૫૧,૫૯૪ જેવા જંગી મત અપાવવા અને અથાગ પરિશ્રમ કરનાર તેમજ મતરૂપી સહકાર આપનાર કેશોદ ગ્રામ અને શહેરની પ્રજા માટે જાહેર આભાર સમારંભ યોજ્યા બાદ આજરોજ આ સીટ પર આવતા માંગરોળ તાલુકાના ૪૨ ગામોના મતદારોનો બામણવાડા ગામે જાહેર આભાર સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં રાજ્યના પૂર્વ મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ અમીપરા, કાનભાઇ રામ, મોહનભાઈ કિંદરખેડીયા, લક્ષ્મણભાઈ ભરડા,કેશોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડી કે પીઠીયા, અભયભાઇ જોટવા તેમજ માંગરોળ અને કેશોદના કોંગ્રેસના કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યા હતા.કાર્યક્રમના અંતે હીરાભાઇ જોટવા દ્રારા જણાવવામાં આવ્યું હતું કે હું આ વિધાનસભાના દરેક કાર્યકરો અને મતદારોનો આભારી છું પાંચ વર્ષ આ વિસ્તારમાં સક્રિયતાથી પાર્ટીને મજબૂત કરવા કાર્ય કરી અને તમે મારા પર મૂકેલ વિશ્વાસ બદલ હુ હંમેશા તમારી સાથે જ છું. આવનારા સમયમાં ક્ષતિઓ દૂર કરી વધુ મજબૂતાઈથી કોંગ્રેસ પક્ષ સાથે આગળ વધશુ અને લોકોની સેવા કરશુ તેવું જણાવવામાં આવ્યું હતુ.
*અનિરૂધ્ધસિંહ બાબરીયા કેશોદ*