JUNAGADHJUNAGADH CITY / TALUKO

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જી ૨૦ અંતર્ગત રન ફોર એન્વાયરમેન્ટ એન્ડ કલાઇમેન્ટ ચેન્જ – હાફ મેરેથોનનું યોજાઈ

વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટીના ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફ સહીત કુલ ૩૫૦ જેટલા લોકોએ ભાગ લીધો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરિચા – જુનાગઢ
જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણની જાળવણી અંગે જાગૃતતા કેળવાય તેમજ સમાજમાં પર્યાવરણની જાળવણી અંગેની મહત્વતાનો પ્રચાર થાય તે સંદર્ભે જી ૨૦ અંતર્ગત રન ફોર એન્વાયરમેન્ટ એન્ડ કલાઇમેન્ટ ચેન્જ – હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.  હાફ મેરેથોન માટે ભક્ત કવિ નરસિંહ મહેતા  યુનિવર્સિટી ખાતેથી ડુંગરપુર સુધીનો રૂટ પસંદ કરેલ હતો. જેમાં કુલ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ તેમજ યુનિવર્સિટીના ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફ  સહીત કુલ ૩૫૦ જેટલા લોકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.) ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જી ૨૦ અંતર્ગત હાફ મેરેથોનને યુનિવર્સિટીના કુલસચિવ ડો. મયંક સોની દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સાથે સાથે વિવિધ ભવનના અધ્યક્ષઓ પ્રો.સુહાસ વ્યાસ, ડો.જયસિંહ ઝાલા, ડો.ફિરોઝ શેખ, ડો.ભાવસિંહ ડોડીયા, યુનિવર્સિટીના જી ૨૦ નોડલ ઓફિસર ડો. પરાગ દેવાણી, ભવનના તમામ વિદ્યાર્થીઓ તેમજ નોન ટીચિંગ સ્ટાફગણે ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.

 

[wptube id="1252022"]
Back to top button